મુખ્ય સમાચાર
News of Monday, 6th December 2021

ભારતમાં યોગ્યતા ધરાવતા 50 ટકાથી વધુ લોકોને વેક્સિનનાં બંને ડોઝ અપાયા

શમાં કુલ 127.61 કરોડથી વધુ વેક્સિન ડોઝ અપાયા :દેશમાં બીજી વખત એક જ દિવસમાં 1 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ

નવી દિલ્હી :ભારતમાં યોગ્યતા ધરાવતા 50 ટકાથી વધુ લોકોને વેક્સિનનાં બંને ડોઝ આપવામાં આવ્યા છે.તેમ કેન્દ્રનાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે આ ક્ષણને ગૌરવપૂર્ણ ગણાવી હતી. દેશનાં લોકોને આ માટે અભિનંદન આપ્યા હતા. માંડવિયાએ ટ્વિટ કર્યું હતું કે, આપણે સૌ સફળ થયા છીએ. અભિનંદન ભારત

 

યોગ્યતા ધરાવતી 50 ટકાથી વધુ વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ થઈ એ ગૌરવની ક્ષણ છે. આપણે સૌ સાથે મળીને કોરોનાનો જંગ જીતીશું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 127.61 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ લક્ષ્‍યાંક 1,32,44,514 સેશનમાં હાંસલ કરાયો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર 1 કરોડથી વધુ એટલે કે 1,04,18,7007 લોકોને વેક્સિન આપીને બીજી વખત આ સિધ્ધિ હાંસલ કરાઈ છે. હર ઘર દસ્તક ઝુંબેશ હેઠળ પીએમ મોદીનાં નેતૃત્વમાં નવી ઉંચાઈઓ હાંસલ કરાઈ છે.

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 8895 કેસ નોંધાયા હતા. જ્યારે 2796 લોકોનાં મોત થયા હતા. બિહાર અને કેરળમાં અગાઉ થયેલા મૃત્યુનો બેકલોગ ઉમેરવામાં આવતા છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુનાં આંકમાં જબરો વધારો નોંધાયો હતો. બિહારે બેકલોગનાં 2426 અને કેરળે 263 મોત દર્શાવ્યા હતા.

.

(12:28 am IST)