મુખ્ય સમાચાર
News of Monday, 6th December 2021

દિલ્હીમાં શિક્ષકોની નિમણુંકના આંદોલનમાં જોડાયા સિધ્ધુ-કેજરીવાલના ઘરની બહાર ધરણા પર બેઠા

નવી દિલ્હીઃ તા.૬:  દિલ્હીમાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુએ સીએમ કેજરીવાલના ઘરની બહાર ધરણા શરુ કર્યા છે.

દિલ્હીમાં શિક્ષકોની નિમણૂંકને લઈને ચાલી રહેલા આંદોલનમાં હવે સિધ્ધુ જોડાઈ ગયા છે.સિધ્ધુએ કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે, તાકાત હોય તો મારા સવાલના જવાબ આપો..

સિધ્ધુએ આ પહેલા કેજરીવાલે પંજાબમાં યોજાનારી ચૂંટણી માટે કરેલા વાયદાઓનો જવાબ આપતા કહ્યુ હતુ કે, જે લોકો પોતે કાચના ઘરમાં રહેતા હોય તેમણે બીજના ઘરો પર પથ્થર ના ફેંકવા જોઈએ.

કેજરીવાલ પંજાબમાં શિક્ષકોને નોકરીઓ આપવાનો વાયદો કરી રહ્યા છે પણ દ્હિીમાં તેમણે કેટલા શિક્ષકોને કાયમી નોકરી આપી છે?

પંજાબમાં કેજરીવાલે દર મહિને મહિલાઓને ૧૦૦૦ રુપિયા આપવાનો વાયદો કર્યો હતો અને તેની સામે સિધ્ધુએ સવાલ કર્યો હતો કે, દિલ્હીમાં કેટલી મહિલાઓને આ રકમ  આપવામાં આવી રહી છે?

(1:10 pm IST)