મુખ્ય સમાચાર
News of Monday, 6th December 2021

લગ્ન વખતે મહિલાના પરિવાર પાસેથી કરીયાવાર નહીં લેવાનો કાયદો છે: તેમ છતાં લગ્ન પહેલા આવું સોગંદનામું લેવાનો હુકમ કરી શકાય નહીં:કાયદાનું પાલન કરવાની દરેક નાગરિકની ફરજ છે:કરિયાવાર લેવાઈ રહ્યા અંગેની ફરિયાદ લો કમિશન સાથે કરી શકો છો:કેરળના નાગરિકે કારેલ પિટિશન અંગે સુપ્રીમ કોર્ટ નો ચુકાદો

ન્યુ દિલ્હીઃ લગ્ન વખતે મહિલા પરિવાર પાસેથી કરિયાવાર નહીં લેવાનો કાયદો હોવા છતાં કેરળ માં આ પ્રથા ચાલુ છે.મહિલાના પરિવાર પાસેથી સોનુ,ઝવેરાત તથા મોટી રકમ કરીયાવર તરીકે લેવાઈ રહી છે તેવી રાવ કેરળના એક નાગરિકે સુપ્રીમ કોર્ટ સમક્ષ  કરી હતી.જેમાં કરિયાવર લેવામાં આવ્યું નથી તેવું સોગંદનામું લગ્ન પહેલા લેવાનું સૂચન કરાયું હતું

  જેમાં અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે કરીયાવર નહીં લેવાનો કાયદો અસ્તિત્વમાં છે.તેનું પાલન કરવાની દેશના દરેક નાગરિકની ફરજ છે. તેમ છતાં લગ્ન પહેલા સોગંદનામું લેવાનો હુકમ કોર્ટ કરી શકે નહીં ભારત માત્ર કેરળ,મુંબઇ કે દિલ્હી પૂરતું સીમિત નથી .જ્યાં આ દુષણ જોવા મળે છે. સરકારે સમગ્ર દેશના તમામ રાજ્યોની પ્રજાનો વિચાર કરવો પડે છે.

સોગંદનામું લેવાની બાબત ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી રૂપ થઈ શકે છે. તમે સરકાર ને સૂચનો કરી શકો છો. કારણ કે કાયદો ઘડવાનું કામ સરકાર નું છે. તેથી નામદાર કોર્ટ જણાવ્યું હોવાનું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)