મુખ્ય સમાચાર
News of Monday, 6th December 2021

ભારતમાં ઓમિક્રોનનો વધતો કહેર:મહારાષ્ટ્રમા વધુ 2 કેસ નોંધાયા: દેશમાં કુલ આંકડો 24 થયો

દક્ષિણ આફ્રિકાથી આવેલ યુવાન અને અમેરિકાથી આવેલ યુવતી ઓમિક્રોન સંક્રમિત : મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટના કુલ 10 કેસ થયા

ભારતમાં હવે દિન પ્રતિદિન ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યાં છે. સોમવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 2 વધારે કેસની પુષ્ટિ થઈ છે સોમવારે નોંધાયેલા 2 નવા કેસની સાથે રાજ્યમાં કુલ ઓમિક્રોન પોઝિટીવ કેસનો આંકડો 10 થયો છે. દેશભરમાં ઓમિક્રોનના કુલ 24 કેસ થયા છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે રાજ્યના એક 37 વર્ષના શખ્સમાં ઓમિક્રોન વાયરસ મળી આવ્યો છે. આ શખ્સ 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યો હતો. 

બીજા કેસની પુષ્ટિ અમેરિકાથી પાછી આવનાર 36 વર્ષીય મહિલામાં થઈ છે. આ બન્ને મિત્ર હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે બન્નેમાં ઓમક્રોનના કોઈ લક્ષણો જોવા મળ્યા ન થી. બન્નેએ ફાઈઝરની વેક્સિન પણ લીધી હતી તેમ છતાં પણ ઓમિક્રોન પોઝિટીવ નીકળ્યાં છે. બન્ને ઓમિક્રોન દર્દીની સારવાર મુંબઈની 7 હીલ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરી લેવાઈ છે.
સોમવારના 2 કેસની સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટના કુલ 10 કેસ થયા છે. પહેલો કેસ શનિવારે મુંબઈ નજીક મળી આવ્યો હતો. અહીં કલ્યાણ ડોમ્બિવલીમાં એક વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને દિલ્હી થઈને પાછો ફર્યો હતો.  રવિવારે પુણેમાં વિદેશ યાત્રાથી પાછા ફરેલા ચાર લોકો અને તેમના નજીકના સંપર્કમાં આવેલા ત્રણ લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

ભારતમાં ઓમિક્રોન કેસનો આંકડો પહોંચ્યો 24 પર પહોંચ્યો છે. દેશમાં જે રીતે દિનપ્રતિદિન કેસ નોંધાઈ રહ્યાં છે જોતા આગામી દિવસમાં વધારે કેસ નોંધાઈ શકે તેવી પૂરી શક્યતા છે. 

(9:02 pm IST)