મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

ચૂંટણી ઉપર રાહુલની ચર્ચિત ‘ભારત જોડો યાત્રા' બેઅસર : કોંગ્રેસનો વનવાસ ચાલુ રહેશે

ભાજપ ૭મી વખત સરકાર રચશે ગુજરાતમાં : કોંગ્રેસનું ગત ચૂંટણી કરતા પણ ખરાબ પ્રદર્શન

નવી દિલ્‍હી તા. ૬ : કોંગ્રેસ ભલે ભારત જોડો યાત્રાને ચૂંટણીથી દૂર રાખવાની વાત કરી રહી હોય, પરંતુ પક્ષને આશા હતી કે પદયાત્રાની રાજકીય અસર પડશે. યાત્રામાંથી સમય કાઢીને યાત્રાના નેતા વાયનાડના સાંસદ રાહુલ ગાંધી પણ ગુજરાત પહોંચ્‍યા હતા. અહીં પાર્ટીના પ્રવક્‍તા પણ ટીવી ડિબેટમાં યાત્રાની ચૂંટણી પ્રભાવની વાત કરી રહ્યા છે. સવાલ એ છે કે રાહુલના આ પ્રયાસની વર્તમાન ચૂંટણી પર કેટલી અસર પડી?

એક્‍ઝિટ પોલના આંકડાઓ અનુસાર, ભારતીય જનતા પાર્ટી ૭મી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. જયારે કોંગ્રેસ જૂના આંકડાઓથી સરકી રહી છે. આમ આદમી પાર્ટી પણ અહીં દસ્‍તક આપવામાં સફળ રહી શકે છે. હિમાચલ પ્રદેશને કાંટે કી ટક્કર કહેવામાં આવી રહી છે. MCD ચૂંટણીમાં AAPને જોરદાર લીડ મળી રહી છે અને કોંગ્રેસ બે આંકડા સુધી પણ પહોંચી નથી. ચૂંટણીમાં આ યાત્રાનો પક્ષને વધુ ફાયદો ન મળવાના સંકેતો મળી રહ્યા છે. રાહુલ પોતાની યાત્રામાંથી સમય કાઢીને અહીં પહોંચ્‍યા હતા અને રેલીઓ કરી હતી. પાર્ટીના પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે સહિત ઘણા દિગ્‍ગજો પણ ભેગા થયા હતા, પરંતુ એક્‍ઝિટ પોલના આંકડા સૂચવે છે કે કોંગ્રેસનો વનવાસ ચાલુ રહેશે. ઈન્‍ડિયા ટુડે-એક્‍સિસ માય ઈન્‍ડિયા એક્‍ઝિટ પોલ્‍સ દર્શાવે છે કે ભાજપને પヘમિી રાજયમાં ૪૬ ટકા મત મળ્‍યા છે. કોંગ્રેસ અને AAPના હિસ્‍સામાં આ આંકડો અનુક્રમે ૨૬ અને ૨૦ ટકા છે.

MCD ચૂંટણીના એક્‍ઝિટ પોલ અનુસાર, AAP દિલ્‍હીમાં ૧૪૯-૧૭૧ વોર્ડ જીતતી જોવા મળી રહી છે. જયારે ૬૯-૯૧ બેઠકો ભાજપના ખાતામાં જઈ રહી છે. ત્રણથી સાત વોર્ડમાં કોંગ્રેસનો વિજય થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં ૧૯૮૫ થી દરેક ચૂંટણીમાં સત્તા પરિવર્તન જોવા મળી રહ્યું છે. હાલમાં, રાજયમાં ભાજપનું શાસન છે, પરંતુ એક્‍ઝિટ પોલ કોંગ્રેસ માટે થોડી લીડ દર્શાવે છે. આ પછી પણ જો પાર્ટી હિમાચલ જીતવામાં નિષ્‍ફળ જશે તો રાજકીય વર્તુળોમાં સવાલો ઉભા થશે અને રાહુલ સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણી તૈયારીઓ પર પણ સવાલો ઉઠશે. તેમણે પહાડી રાજયમાં જોરદાર પ્રચાર કર્યો હતો.

(10:59 am IST)