મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

લીવ ઇનમાં રહેતી યુવતી સાથે ફરી બર્બરતા : ઝઘડો થયો તો યુવકે તેના હાથ કાપી નાખ્‍યા

સારવાર દરમિયાન યુવતીનું મોત

ગદરપુર તા. ૬ : શ્રદ્ધા વોકર હત્‍યા કેસની આગ હજુ શમી નહોતી કે વધુ એક દર્દનાક કિસ્‍સો સામે આવ્‍યો. ઉધમ સિંહ નગરના ગદરપુરના એક યુવકે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીના બંને હાથ કાપી નાખ્‍યા.

યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમાચાર ઈન્‍ટરનેટ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જો કે આ વાતને ગામના વડાએ પણ સમર્થન આપ્‍યું છે. ગદરપુરના મહતોષ ગામનો રહેવાસી યુવક લગભગ છ વર્ષથી કેરળના કોચીમાં એક બ્‍યુટી પાર્લરમાં કામ કરતો હતો.આ દરમિયાન તેની મુલાકાત એક યુવતી સાથે થઈ હતી. વાતચીત શરૂ થઈ ત્‍યારે બંનેમાં પ્રેમનો રંગ ઊગવા લાગ્‍યો. પ્રેમ એટલો વધી ગયો કે બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે રાજી થઈ ગયા અને રહેવા લાગ્‍યા.

૩ ડિસેમ્‍બરના રોજ કોઈ વાતને લઈને બંને વચ્‍ચે ઝઘડો થયો હતો. યુવકે યુવતીના બંને હાથ કાપી નાખ્‍યા.

જેના કારણે આસપાસના લોકોએ તેને હોસ્‍પિટલમાં દાખલ કર્યો હતો. જયાં તેનું મોત નીપજયું હતું.ઈન્‍ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચાર અંગે યુવકના સંબંધીઓ પાસેથી જયારે માહિતી માંગવામાં આવી તો તેણે જણાવ્‍યું કે યુવક ૨૩ નવેમ્‍બરે તેની બહેનના લગ્નમાં આવ્‍યો હતો.

લગ્નના ત્રણ દિવસ પછી તે ચાલ્‍યો ગયો. ગામના વડા નવી જાને જણાવ્‍યું કે તેણે ન્‍યૂઝ ચેનલ અને ઈન્‍ટરનેટ મીડિયા પર આવા સમાચાર જોયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્‍તારના કેટલાક યુવકો કેરળના કોચીમાં પાર્લરમાં કામ કરે છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે બંને વચ્‍ચે ઝઘડો થયો હતો અને વિવાદ બાદ યુવકે યુવતીના બંને હાથ કાપી નાખ્‍યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું.

(3:49 pm IST)