મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

ઉત્તરપ્રદેશના લખનઉ - બનારસ વચ્‍ચે ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ટ્રેનમાં કન્‍ફર્મ ટિકીટ હોવા છતાં સીટ ન મળી

કોચમાં ચઢયા પછી ખબર પડી કે તેને ફાળવેલ નંબરની સીટ જ ન હતી

લખનઉ તા. ૬ : જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો ક્‍યારેય એવું બન્‍યું કે, તમારી પાસે કન્‍ફર્મ ટિકિટ હોવા છતા સીટ ન મળી. આ વાત માનવામાં ન આવે. પરંતુ યુપીના લખનઉ અને બનારસ વચ્‍ચે દોડનારી ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસમાં આવી ઘટના સામે આવી છે. જેમાં મુસાફર પાસે કન્‍ફર્મ ટિકિટ હોવા છતા સિટ નહોતી મળી.ᅠ

મળતી માહિતી અનુસાર વિજય કુમાર શુક્‍લા પોતાના ભાઇ સાથે ટ્રેન નંબર ૧૪૨૦૪ લખનઉ-વારાણસી ઇન્‍ટરસિટી એકસ્‍પ્રેસ ટ્રેનમાં મુસાફરી માટે તૈયાર હતા. સી૧ કોચમાં ૭૪ અને ૭૫ નંબરની કન્‍ફર્મ સીટ હતી. પરંતુ કોચમાં ચઢ્‍યા બાદ ખબર પડી કે, કોચમાં માત્ર ૧થી ૭૩ જ સીટ હતી.ᅠમુસાફરે આ બાબતની અરજી સંબંધિત વિભાગ અને ઉચ્‍ચ અધિકારીઓને કરી હતી. જો કે, બાદમાં વિજય શુક્‍લા અને તેમના ભાઇને સીટ આપવામાં આવી હતી. ટીટીઇ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ સી૧ સિવાયના અન્‍ય કોચમાં ૭૫ સીટ હતી પરંતુ ઇન્‍ટરસિટીના જે કોચમાં સીટ આપવામાં આવી હતી તેમાં માત્ર ૭૩ સીટ હતી.

ટીટીઇના જણાવ્‍યા મુજબ રેલવેનું સર્વર ૭૫ સીટ બતાવી રહ્યું હતું. પરંતુ આવી ઘટનાઓ બાદ ટીટીઇને યાત્રિકોની નારાજગીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર ઘટના અંગે ઉપરી અધિકારીએ જણાવ્‍યું કે, આ મામલો અમારા ધ્‍યાનમાં છે. જેનું નિવારણ લાવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે.

 

 

(4:11 pm IST)