મુખ્ય સમાચાર
News of Tuesday, 7th February 2023

કારની ટક્કરથી 3 સંતાનના પિતા 39 વર્ષીય ઇન્ડિયન અમેરિકન પ્રિતેશ પટેલનું કરુણ મોત

ન્યૂયોર્ક: પેન્સિલવેનિયામાં ડોફિન કાઉન્ટીના રહેવાસી પ્રિતેશ પટેલ 27 જાન્યુઆરીએ મશરૂમ હિલ રોડ પર એક સુવિધા સ્ટોરમાંથી બહાર નીકળ્યા પછી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂર્વ તરફ જતા વાહને તેમને ટક્કર મારી હતી, પેન લાઈવના અહેવાલમાં જણાવાયું હતું.

ભારતીય મૂળના 39 વર્ષીય પ્રિતેશ પટેલ કે જેઓ ત્રણ બાળકોના પિતા, તેઓ એક સુવિધા સ્ટોરમાંથી પોતાના બાળકો માટે ઇન્સ્યુલિન અને પોકેમોન કાર્ડ લેવા ગયા હતા, તેમનું કારની ટક્કરથી કરુણ મૃત્યુ થયું હતું.
 

પટેલને હર્શી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 30 જાન્યુઆરીના રોજ તેમનું અવસાન થયું. તે પહેલાં તેમને બે દિવસ સુધી મશીનો દ્વારા જીવિત રાખવામાં આવ્યા હતા તેવું પોલીસે જણાવ્યું હતું.તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે

(6:15 pm IST)