કેન્દ્ર એકશન મોડમાં : આ વર્ષે ૧ લાખ નવી ભરતી વિભાગોના ખાલી પદો ભરવા આયોજન
વિભાગોના ખાલી પદો ભરવા આયોજન
નવી દિલ્હી તા. ૭ :કેન્દ્ર સરકાર નોકરીઓનો વરસાદ કરવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં રોજગાર વધારવાની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ મુજબ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં કર્મચારીઓની સંખ્યા ૨.૭૮ લાખ વધીને ૩૪.૪ લાખ સુધી પહોંચી જશે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યા વધીને ૩૫.૫ લાખ થવાનો અંદાજ છે. મતલબ કે માર્ચ ૨૦૨૪ સુધીમાં કેન્દ્ર સરકાર ૧.૧ લાખ નોકરીઓ આપશે. ૨૦૨૧-૨૨માં કેન્દ્રની નોકરીઓમાં ૨.૮૪ લાખનો ઘટાડો થયો હતો. તે સમયે કર્મચારીઓની સંખ્યા ઘટીને ૩૧.૭ લાખ થઈ હતી.
ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રોજગારમાં વધારો થયો હોવા છતાં, ૨૦૨૦-૨૧માં કામદારોની સંખ્યા ૩૪.૫ લાખથી ઓછી રહેશે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં લોકડાઉન હોવા છતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો હતો.
આ રીતે સîખ્યા વધશે
મîત્રાલય/ ૨૦૨૪
વિભાગ ૨૦૨૨ (૩૧મી માર્ચ સુધીમાî)
રેલ્વે ૧૨,૧૨,૮૮૨ ૧૨,૮૯,૩૬૫
પોલીસ ૧૦,૨૮,૦૨૨ ૧૧,૧૭,૭૮૫
પોસ્ટ અોફિસ ૪,૦૩,૬૭૮ ૪,૨૪,૩૫૦
પરોક્ષ કર ૪૯,૨૨૯ ૯૨,૬૫૦
ત્યક્ષ કર ૫૧,૮૭૬ ૭૮,૭૦૫
સîરક્ષણ ૭૩,૩૭૭ ૮૮,૭૮૮
ઍકાઉન્ટિîગ સેવાઅો ૪૧,૬૨ ૧ ૬૯,૮૨૪
ન્યુક્લિયર પાવર ૩૭,૯૬૪ ૩૭,૨૦૭
આરોગ્ય અને કુટુîબ કલ્યાણ ૧૮,૩૧૬ ૨૭,૪૨૭
જગ્યા ૧૬,૦૨૧ ૧૬,૯૦૮