મુખ્ય સમાચાર
News of Tuesday, 7th February 2023

રાખી સાવંતનો પતિ ઝડપાયોઃ અભિનેત્રીએ મારપીટની FIR નોંધાવી

રાખી સાવંતે પતિ આદિલ દુર્રાની વિરૂદ્ધ બિનજામીનપાત્ર FIR નોંધાવી છે

મુંબઈ,તા. ૭ :  રાખી સાવંતના પતિ આદિલ દુર્રાની મંગળવારે સવારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. હાલમાં આદિલ પર ૫૦૪, ૫૦૬, ૩૨૩ અને ૪૦૬ની ચાર કલમો લગાવવામાં આવી છે, જે અંતર્ગત પોલીસે તેને કસ્‍ટડીમાં લીધો છે. આદિલ હાલમાં ઓસિવારાના પોલીસ સ્‍ટેશનમાં છે, જ્‍યાં તેના ફોન જપ્ત કરવામાં આવ્‍યા છે અને તેની પૂછપરછ ચાલુ છે.

રાખીએ જણાવ્‍યું કે, તેઓ તેને સવારે પકડીને લઈ ગયા. તેણે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. સવારે તે મારા ઘરે આવ્‍યો અને મારી સાથે મારપીટ કરવા લાગ્‍યો. મેં તરત જ પોલીસને ફોન કર્યો અને પોલીસ તેને લઈ ગઈ. મેં બે દિવસ પહેલા એફઆઈઆર નોંધાવી હતી. જ્‍યાં એનસી થઈ, જેના આધારે પોલીસે તેને એફઆઈઆરમાં ફેરવી. તે કંઈ પણ બોલ્‍યા વગર સવારે મને મળવા આવ્‍યો હતો અને મારી સાથે જબરદસ્‍તી કરવા લાગ્‍યો હતો. મેં આદિલ વિરુદ્ધ બે વાર કેસ દાખલ કર્યો હતો પરંતુ મીડિયા સામે કયારેય તેનો ઉલ્લેખ કર્યો નથી. પોલીસે તે સમયે આદિલને પણ સમજાવ્‍યો હતો. તે દરમિયાન નોન કંટ્રોલેબલ ઓફેન્‍સ લખવામાં આવ્‍યો હતો. ગઈકાલે રાત્રે FIR દાખલ કરવામાં આવી છે.

રાખી આગળ કહે છે કે, હું હવે આદિલ સાથે સમાધાન કરવા માંગતી નથી. હું એવા માણસ સાથે રહી શકતીે નથી જે ઘણી બધી છોકરીઓ સાથે સુવે છે. હું ઈચ્‍છતો હતો કે તે માફી માંગે અને તનુને છોડીને મારી પાસે આવે. હવે મેં નક્કી કર્યું છે કે મારે હવે છૂટાછેડા લેવા પડશે

(4:10 pm IST)