મુખ્ય સમાચાર
News of Tuesday, 7th February 2023

મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ પર મોટી કાર્યવાહીઃ કનેકશન કાપી નાખ્યા બાદ વીજળી વિભાગે fri દાખલ કરી

નવી દિલ્હી,તા.૭: મથુરામાં સ્થિત શાહી ઇદગાહ મસ્જિદ પર વીજળી વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસે આવેલી શાહી ઇદગાહ મસ્જિદનું વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આ સાથે મસ્જિદ મેનેજમેન્ટ પર ત્રણ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, રવિવારે વીજળી વિભાગ અને પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરોને તાત્કાલિક જોડાણ કાપી નાખ્યું હતું. ઇલેક્ટ્રિસિટી ઍક્ટની કલમ ૧૩૫ હેઠળ મસ્જિદ મેનેજમેન્ટ વિરૂધ્ધ જ્ય્ત્ પણ દાખલ કરવામાં આવી છે. ન્યૂઝ ઍજન્સી ખ્ફત્ અનુસાર, કાર્યકારી ઈજનેર ઈલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ વિપિન ગંગવારે કહ્નાં કે અમને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ તરફથી શાહી ઈદગાહ મસ્જિદ માટે ફરિયાદ મળી છે. તપાસમાં શાહી મસ્જિદનું કનેક્શન ગેરકાયદે હોવાનું જણાયું હતું, જેના આધારે કાર્યવાહી કરતાં કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું.
 મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્ના છે. મથુરાની સિવિલ કોર્ટ ઉપરાંત જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં પણ આને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. તાજેતરમાં જ કોર્ટે શાહી ઇદગાહ મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી. ઔરંગઝેબે ૧૬૬૯માં કાશીમાં વિઘ્નનાથ મંદિરનો નાશ કર્યો અને ૧૬૭૦માં મથુરામાં ભગવાન કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદશ જારી કર્યો. આ પછી જ બંને મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા.
 મથુરામાં આખો મામલો શાહી ઈદગાહ મસ્જિદની ૧૩.૩૭ ઍકર જમીનનો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે કેશવદેવના મંદિરને તોડીને અહીં ઍક ટેકરા બાંધવામાં આવ્યો હતો. અંગ્રેજો ૧૮૦૩માં મથુરા આવ્યા અને ૧૮૧૫માં કટરા કેશવદેવની જમીનની હરાજી કરી. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ જમીન બનારસના રાજા પટનીમલ દ્વારા ૧૪૧૦ રૂપિયામાં ખરોદી હતી. તે આ જમીન પર મંદિર બનાવવા માંગતો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અંગ્રેજો દ્વારા હરાજી કરાયેલી જમીનનો કેટલોક હિસ્સો મુસ્લિમને પણ સોંપવામાં આવ્યો હતો. આ જમીન બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્ના છે. (૨૫.૧૮)

(5:28 pm IST)