અકસ્માત બાદ પહેલી વખત હોસ્પિટલના રૂમમાંથી બહાર આવ્યો પંત : ઈન્સ્ટાગ્રામ પર લખી ભાવુક પોસ્ટ
પંતે આ તસવીર સાથે લખ્યું કે, ક્યારેય ખબર ન હતી કે બહાર બેસીને તાજી હવામાં શ્વાસ લેવો આટલું સારું લાગશે
મુંબઈ : ગત 30 ડિસેમ્બરના રોજ રોડ એક્સિડેન્ટમાં ખરાબ રીતે ઘાયલ થવાને કારણે પંત હોસ્પિટલમાં દાખલ છે પંતે પોતાની સ્થિતિ વિશે અપડેટ આપી છે, જેનાથી ભારતીય ફેન્સ ખૂબ જ ખુશ થશે.
મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ પંતે મંગળવાર, 7 ફેબ્રુઆરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેના પરથી ખબર પડે છે કે તે એક્સીડેન્ટ બાદ પહેલી વખત હોસ્પિટલના રૂમમાંથી બહાર આવ્યો છે. પંતે આ તસવીર સાથે લખ્યું કે, ક્યારેય ખબર ન હતી કે બહાર બેસીને તાજી હવામાં શ્વાસ લેવો આટલું સારું લાગશે
પંત તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. થોડા દિવસો પહેલા પંતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા જણાવ્યું હતું કે તેની સર્જરી સફળ રહી છે અને તેને સારું લાગી રહ્યું છે. પંતે ફેન્સની પ્રાર્થના માટે આભાર માન્યો હતો. તેમજ એક્સીડેન્ટ સમયે મદદ માટે આવેલા લોકોનો પણ આભાર માન્યો હતો.