મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

કોવિદ -19 : હોટલો ,રેસ્ટોરન્ટ્સ ,એપાર્ટમેન્ટ ,સહિતના સ્થળોએ અચાનક છાપો મારો : કોવિદ -19 ના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરો : કર્ણાટક હાઇકોર્ટની સત્તાધીશોને સૂચના

બેંગ્લુરુ : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમીતોના કેસને ધ્યાને લઇ કર્ણાટક હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.તથા સત્તાધીશોને હોટલો ,રેસ્ટોરન્ટ્સ ,એપાર્ટમેન્ટ ,સહિતના સ્થળોએ અચાનક છાપા મારી ચેકીંગ કરવાની સૂચના આપી છે.જે મુજબ આ સ્થળો ઉપર કોવિદ -19 નિયમોનું પાલન થઇ છે કે કેમ તે જોવાનો આદેશ કર્યો છે.

મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ડિવિઝન બેંચે કહ્યું કે, "શહેરમાં એવા દાખલા છે કે જ્યાં સંકુલની અંદર યોજાયેલા કાર્યોને કારણે મોટા સંકુલના રહેવાસીઓનું પોઝિટિવ  ટેસ્ટીંગ આવ્યું હતું.

આથી નામદાર કોર્ટે મુખ્ય સચિવ અને અધ્યક્ષ, રાજ્ય કારોબારી સમિતિ, એસડીએમએ, કમિશનર, બીબીએમપી, ડેપ્યુટી કમિશનરો અને તમામ સત્તાધિકારીઓને વિવિધ સૂચનોનું કડક પાલન કરવાની સૂચના આપી છે.

ખંડપીઠે રાજ્ય અને બીબીએમપીને 23 માર્ચ અને 2 એપ્રિલના રોજ લાગુ કરેલા આદેશોના અમલ માટે લેવામાં આવેલા પગલાઓને રેકોર્ડ કરવા સૂચના આપી હતી, જેના ભંગની કાર્યવાહીડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51 થી 60 ની જોગવાઈ મુજબ કરવામાં આવશે.

કોર્ટ હવે આ મામલે 16 એપ્રિલના રોજ સુનાવણી કરશે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:35 pm IST)