મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

માસ્કથી કોરોનાથી મોતનો ભય ૮૭ ટકા ઓછો થાય છે

અમેરિકાના સંશોધકોના અભ્યાસનું તારણ : ડબલ માસ્કથી કોરોનાના યુકે વેરિયંટ સામે વધુ સુરક્ષા, આ રિસર્ચ અમેરિકામાં છ મહિના સુધી કરવામાં આવ્યું

વોશિંગ્ટન, તા. : અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) સાથે સંકળાયેલા સંશોધકોએ કરેલા એક અભ્યાસ અનુસાર, માસ્ક પહેરવાથી કોરોનાથી મોતનો ખતરો ૮૭ ટકા જેટલો ઓછો થઈ જાય છે. સાથે અભ્યાસમાં એવું પણ જણાવાયું છે કે, ડબલ માસ્ક પહેરવાથી કોરોનાના યુકે વેરિયંટ સામે વધારે સુરક્ષા મળે છે.

રિસર્ચ અમેરિકામાં મહિના સુધી કરવામાં આવ્યું હતું. જેમાં એવું જાણવા મળ્યું હતું કે કપડાંનું માસ્ક પહેરવાથી પણ કોરોનાથી મોતનું જોખમ ૮૨ ટકા ઘટી જાય છે. ઉપરાંત, કપડાંનું માસ્ક ઈન્ફેક્શનનો ફેલાવો ૬૯ ટકા જ્યારે સર્જિકલ માસ્ક ૭૮ ટકા જેટલો ઓછો કરે છે. તેમાં એમ પણ જણાવાયું છે કે, જે લોકો હજુય માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે, તેમણે જરાય મોડું કર્યા વિના તે પહેરવાનું શરુ કરી દેવું જોઈએ. ઉપરાંત, યુકે અને વુહાન વેરિયંટથી બચવા ડબલ માસ્ક પહેરવા પર પણ સ્ટડીમાં ખાસ ભાર મૂકાયો છે.

કોરોનાના નવા સ્ટ્રેનનો ચેપ ધરાવતો માણસ સરેરાશ . લોકોને તેનો ચેપ લગાડી શકે છે. તેવામાં ડબલ માસ્ક પહેરવા ખૂબ અગત્યનું છે. હૈદરાબાદ સ્થિત ઈન્ટરનલ મેડિસીન સ્પેશિયાલિસ્ટ ડૉ. શ્રીનિવાસ યાદવલ્લીના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિ સર્જિકલ માસ્ક એફોર્ડ કરી શકે તેમ નથી. જોકે, કપડાંનું માસ્ક પહેરવાથી પણ કોરોના સામે રક્ષણ ચોક્કસ મળે છે. માસ્ક કોરોનાનો ફેલાવો ઘટાડવા માટેનું એકમાત્ર હથિયાર છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સર્ટિફાઈડ રિસર્ચર ડૉ. કિરણ મડાલા મામલે જણાવે છે કે, માસ્ક પહેરવું ખૂબ જરુરી છે. અત્યારસુધી થયેલા રિસર્ચ પણ જણાવે છે કે જો કોરોનાનું ઈન્ફેક્શન ધરાવતો વ્યક્તિ માસ્ક પહેરે તો તેનો ચેપ બીજાને લાગવાનો ચાન્સ સાવ ઘટી જાય છે. કોરોનાના બીજા રાઉન્ડમાં મોટાભાગના દર્દીઓ કોઈ લક્ષણ નથી ધરાવતા. મોટાભાગના એસિમ્પ્ટોમેટિક લોકોને તો ખબર પણ નથી હોતી કે તેમને કોરોના થયો છે. તેવામાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય કે નહીં, દરેક વ્યક્તિ માસ્ક પહેરશે તો ઈન્ફેક્શનની ચેઈન તોડવામાં મદદ મળશે.

(12:00 am IST)