મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

તમિલનાડુની કમાન એમ.કે સ્ટાલિનના હાથમાં: મુખ્યમંત્રી પદે લીધા શપથ

તમિલનાડુમાં આજે નવી સરકારે શપથ ગ્રહણ કરી લીધા છેઃ તેમની સાથે કુલ ૩૪ મંત્રીઓએ પણ શપથ લીધા છે

ચેન્નઈ, તા.૭: તમિલનાડુમાં આજથી સ્ટાલિન યુગની શરૂઆત થઈ છે. રાજયના મુખ્યમંત્રી તરીકે એમકે સ્ટાલિને શપથ ગ્રહણ કર્યા છે. રાજયપાલ બનવારીલાલ પુરોહિતે તેમને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા છે. સ્ટાલિનની કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત કુલ ૩૪ મંત્રીઓ સામેલ થયા છે. મંત્રીઓનું લિસ્ટ ગુરૂવારે જાહેર કરી દેવામાં આવ્યું હતુ. બધા મંત્રીઓને ખાતાઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે તે તમિલનાડુમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેએ ૧૩૩ અને તેના સાથી પક્ષોએ કુલ મળીને ૧૫૯ સીટો જીતી હતી.

DMK ચીફ સ્ટાલિનની આગેવાનીમાં શુક્રવારે તમિલનાડુના રાજભવનમાં શપથ ગ્રહણ સમારોય થયો. રાજયપાલ બનવારીલાલ પુરોહિતે મંત્રીઓની યાદી અપ્રૂવ કરી દીધી હતી. પ્રથમવાર રાજયના મુખ્યમંત્રી બનેલા સ્ટાલિને એન.કે.નેહરૂને નગરપાલિકા મંત્રી બનાવવામાં આવ્યા છે, જયારે આર. ગાંધીને હેન્ડલૂમ એન્ડ ટેકસટાઇલ, ખાદી તથા ગ્રામીણ ઈન્ડસ્ટ્રી બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.

કે.એન. નેહરૂ ડીએમકેના જૂના અને કદ્દાવર નેતા છે. ૧૯૮૯માં પ્રથમવાર ચૂંટણી જીતનાર નેહરૂ તિરુચિ વેસ્ટ સીટથી સતત મેદાનમાં ઉતરતા આવ્યા છે. તેમના પિતાએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂના નામ પર નામકરણ કર્યુ હતું. તો આર. ગાંધી રાનીપેટ સીટથી ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે. તેઓ ૧૯૯૬માં પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા.

તો તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર સ્ટાલિનનું પૂરુ નામ મુથુવેલ કરૂણાનિધિ સ્ટાલિન છે. સોવિયત યુનિયનના પ્રતિદ્ઘ નેતા જોસેફ સ્ટાલિનના નામ પર તેમનું નામ રાખવામા આવ્યુ છે. કરૂણાનિધિએ તેમને પોતાના ઉત્ત્।રાધિકારી જાહેર કર્યા હતા, જેના નિધન બાદ ૨૮ ઓગસ્ટ ૨૦૧૮ના સ્ટાલિન ડીએમકે અધ્યક્ષ બન્યા હતા.

(3:27 pm IST)