મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

ચૂંટણી પુરી, લૂંટ ફરી શરૂ : રાહુલનું કેન્દ્ર સરકાર ઉપર હલ્લાબોલ

પેટ્રોલ -ડીઝલમાં સતત વધતા ભાવને લઇને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષનું ટ્વીટ

નવી દિલ્હી,તા. ૭ : પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન સતત ૧૮ દિવસ પેટ્રોલ -ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. છેલ્લા ૩ દિવસથી સતત વધારો થઇ રહ્યો છે. કિંમતો રેકોર્ડ સ્તરે વધી છે. આજે પેટ્રોલમાં ૨૫ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસા પ્રતિલિટરે વધ્યા છે.

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર નિશાન સાધતા ટ્વીટ કરેલ કે ચૂંટણી પુરી લુંટ ફરી શરૂ.

અગાઉ પણ રાહુલ ઇંધણના ભાવને લઇને અનેકવાર કેન્દ્ર સરકારની આલોચના કરી ચૂકયા છે.

ઉપરાંત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવેલ કે દેશ કોરોનાથી ઝઝુમી રહ્યો છે. પણ, મોદી સરકાર દરરોજ પેટ્રોલ -ડીઝલના ભાવ વધારી જનતાને લુંટી રહી છે વધારો પરત લે કેન્દ્ર સરકાર.

(3:26 pm IST)