મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

31 મેં સુધી કેન્દ્રીય કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ ઘરેથી કામની છૂટ આપવા કેન્દ્રીય મંત્રાલયનો તમામ વિભાગ ને આદેશ

ઓફિકમા 50 ટાકાજ હાજરી રાખવા તેમજ દિવ્યાંગ તેમજ ગર્ભવતી મહિલા ઓને ઓફિસ આવવામાંથી સંપૂર્ણ મુક્તિ પણ મલી શકે.ટેલિફોનની મદદથી કામ હાથ ધરી શકે : બાયોમેટ્રિક હાજરીથી મુક્તિ અપાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્સોનેલ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે નવી ગાઇડ લાઇન (DOPT new Guidelines) જારી કરી છે. દેશમાં કોરોનાની બીજી લહર અટકવાનું નામ લઇ રહી નથી. ત્યારે સરકારી ઓફિસો વર્ક ફ્રોમ હોમ બની રહી છે. તેમજ અમુક કેન્દ્રીય કર્મીઓને ઘેરથી કામ કરવાની છૂટ મળી શકે છે .

DOPTએ તમામ સરકારી વિભાગ અને મંત્રાલયોના સચિવને સૂચના આપી છે કે કામની જરુરિયાતને ધ્યાનમાં રાખી પોતાના કર્મચારીઓની હાજરી રેગ્યુલેટ કરવામાં આવે.

આ સુચના હેઠળ 31 મે સુધી દિવ્યાંગ અને ગર્મભવતી મહિલાઓને ઓફિસ આવવામાંથી છૂટ આપવામાં આી શકે છે. તેઓ પોતાના ઘેરથી કામ કરી શકે છે. ડીઓપીટીના નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 31 મે સુધી વર્ક ફ્રોમ હોમ દ્વારા ટેલીફોનની મદદ જરુરી કામ કરવામાં આવશે.

આદેશ  (DOPT new Guidelines) મુજબ અવ્ડર સેક્રેટરી, તેમની સમકક્ષ અને તેમનાથી નીચેની કેટેગરીના 50 ટકા કર્મચારી જ ઓફિસમાં આવશે. જે પણ કર્મચારી ક્ન્ટેનમેન્ટ ઝોનમાં રહે છે. તેમને પણ વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે. કોરોનાથી સ્થિતિ જ્યાં સુધી સામાન્ય નહીં થઇ જાય ત્યાં સુધી ઓફિસ 50 ટકા સ્ટાફથી કામ ચલાવશે. કેન્દ્ર સરકારના તમમ મંત્રાલયો અને વિભાગોને ચૂસ્તપણે આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. વિભાગના ચેરમેન સરકારી ઓફિસ કોરોનાથી પ્રભાવિત ન થાય અને કર્મચારી સંક્રમણથી બચે તેનું ધ્યાન રાખશે.

ઓફિસમાં આવનારા 50 ટકા કર્મીઓને પણ કડક સુચના આપવામાં આવી છે. તેમણે પોતાની નવી શિફટનું સખત પાલન કરવાનું રહેશે. જેથી ઓફિસમાં વધુ ભીડ ન થાય. અધિકારીઓ-કર્મીઓએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન જરુરી છે. તેમણે માસ્ક લગાવી રાખવું પડશે. તેમ જ વખતો વખતે સાબુથી હાથ ધોવાનુમ પણ રહેશે.

બાયોમેટ્રિક હાજરી આગામી આદેશ (DOPT new Guidelines)સુધી બંધ રાખવામાં આવી છે. સાથે 18 વર્ષથી ઉપરના કર્મીઓને જાતે જ રસી લેવાનું કહેવામાં આવ્યું છે. તેમજ તમામ મિટિંગ્સ વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી જ કરવાની રહેશે. બહુ જરુરી મિટિંગ માટે જ ઓફિસ કે સ્ટાફ સાથે બેઠકની છૂટ આપવામાં આવી છે.

DOPTએ ઓફિસ આવનારા કર્મચારીઓ માટે નવેસરથી શિફટનું ટાઇમ ટેબલ પણ ગોઠવ્યું છે. જે મુજબ પહેલી શિફ્ટ સવારે 9થી સાંજે 5.30 સુધી, બીજી પાળી 9.30થી સાંજે 6.00 સુધી અને ત્રીજી શિફ્ટ સવારે 10.00થી સાંજે 6.30 સુધી ચાલશે.

(8:45 pm IST)