મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

માલીની એક મહીલાએ એક-બે-ત્રણ નહી પણ નવ બળકોને જન્મ આપી વિક્રમ સર્જયો

મેસ્કોની હોસ્પિટલ્મા માતા અને સંતાનોની તબીયત સારી સુરક્ષીત છે. : વર્ષ ૨૦૦૯મા અમેરિકાનિ એક મહિલાએ એક સાથે આઠ બળકોને જન્મ આપિ ગીનીશ વર્ડ રેકોર્ડ નોંધવ્યો હતો

માલી: માલીની 25 વર્ષની મહિલાએ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો છે. હલિમા સિસેએ મોરક્કોની એક હોસ્પિટલમાં નવ બાળકને જન્મ આપ્યો છે. માલીની સરકારે તેમની ખાસ દેખરેખ માટે મોરક્કો મોકલવાની વ્યવસ્થા કરી હતી. બીબીસીને હલીમાના પતિએ કહ્યુ, “હું ઘણો ખુશ છું કે મારી પત્ની અને બાળક સુરક્ષિત છે.”

વર્ષ 2009માં એક સાથે આઠ બાળક પેદા કરનારી અમેરિકામાં રહેતી એક મહિલા પાસે સૌથી વધુ બાળક પેદા કરવાનો ગિનિજ વર્લ્ડ રેકોર્ડ છે.

આ પહેલા પણ આવી બે ઘટના સામે આવી હતી. વર્ષ 1971માં ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ એક સાથે નવ બાળકને જન્મ આપ્યો હતો અને 1999માં ઇન્ડોનેશિયામાં એક મહિલાએ પણ નવ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ આ બાળકો કેટલાક દિવસ સુધી જ જીવતા રહી શક્યા હતા.

વર્લ્ડ રેકોર્ડ બનાવનાર નાદયા સુલેમાને એક સાથે આઠ બાળકોને જન્મ આપ્યો હતો જે હવે 12 વર્ષના થઇ ચુક્યા છે, આ પ્રેગનન્સી વિટ્રો ફર્ટિલાઇજેશન (આઇવીએફ) દ્વારા થઇ હતી.

માલીના સ્વાસ્થ્ય મંત્રી ફેંટા સિબિએ માલી અને મોરક્કોની મેડિકલ ટીમને તેની માટે શુભેચ્છા પાઠવી છે.

મોરક્કોના એન બોર્જા ક્લિનિકમાં હલીમાએ બાળકોને જન્મ આપ્યો છે. તેના ડિરેક્ટર પ્રોફેસર યૂસૂફ અલૌઇએ સમાચાર એજન્સી એએફપીને કહ્યુ, “આ ઘટના ઘણી દુર્લભ અને અસાધારણ હતી. 10 ડ઼ક્ટર અને 25 નર્સો અને મેડિકલ સ્ટાફે આ બાળકોની ડિલિવરી કરાવી છે.”

“બાળકોનું વજન 500 ગ્રામથી લઇને 1 કિલોગ્રામ સુધીનું છે, આ બાળકોને બેથી ત્રણ મહિના સુધી ઇન્ક્યૂબેટરમાં રાખવામાં આવશે.”

હલિમાની પ્રેગનન્સી માલીમાં ચર્ચામાં હતી. પશ્ચિમી આફ્રિકાના ડૉક્ટર આ ડિલિવરીને લઇને ચિંતિંત હતા, તેમણે ડર હતો કે જરૂરી દેખરેખ ના મળી તો બાળકો જીવતા નહી રહી શકે- આ તમામ ચિંતાઓ વચ્ચે માલી સરકારે હલીમાને મોરક્કો મોકલી હતી.

30 માર્ચે તે મોરક્કો આવી અને પાંચ અઠવાડિયા બાદ મંગળવારે સી-સેક્શન ઓપરેશન દ્વારા બાળકોને જન્મ આપ્યો હતો. હલિમાના પતિ અદજુદાંત કદેર અર્બી આ સમયે માલેમાં જ છે અને પોતાની મોટી દીકરીનું ધ્યાન રાખી રહ્યા છે પરંતુ તેમણે જણાવ્યુ કે તે પોતાની પત્નીના સતત સંપર્કમાં છે.

બીબીસીને હલિમાના પતિએ કહ્યુ- ભગવાને અમને બાળક આપ્યા છે અને તે નક્કી કરશે કે આગળ શું થશે, હું બિલકુલ પણ પરેશાન નથી.”

ખાસ કરીને આ રીતની પ્રેગનન્સી પ્રાકૃતિક નથી હોતી- કેટલીક ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી આવી પ્રેગનન્સી કરવામાં આવે છે. જોકે, હલિમા સિસેના કેસમાં આ કેવી રીતે થયુ તેને લઇને કોઇ જાણકારી હજુ સુધી સામે આવી નથી. કીનિયાના કેન્યાટા નેશનલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ બિલ કાલુમિ માને છે કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ જ તેનું કારણ છે. ફર્ટિલિટી સાથે જોડાયેલી સારવાર લેવા માટે કેટલાક કારણ હોઇ શકે છે.

આફ્રિકામાં મોટાભાગની મહિલાઓ જ્યારે કોઇ ગર્ભ નિરોધક ગોળી લે છે તો તેનાથી હાર્મેન સાથે જોડાયેલી સમસ્યાઓની સારવાર માટે ફર્ટિલિટી ડ્રગ આપવામાં આવે છે. જેનાથી મહિલાઓના માસિક ચક્રમાં મોડુ થાય છે અને જ્યારે તેમના પીરિયડ્સ આવે છે તો એક એગ નહી પણ કેટલાક એગ શરીરની બહાર નીકળે છે.

આ રીતે કેટલાક બાળકોને જન્મ આપનારી ડિલીવરી માત્ર બાળકો માટે મુશ્કેલ નથી હોતી પણ માતા માટે પણ ઘણુ જોખમ ભરેલુ હોય છે. આવા દેશમાં જ્યા ગર્ભપાતને કાયદાકીય માન્યતા પ્રાપ્ત છે, ત્યા મહિલાઓને ચારથી વધુ બાળક એક વખતમાં કંસીવ (ગર્ભધારણ) ના કરવાની સલાહ આપવામાં આવે છે.

મોટાભાગે આવી પ્રેગનન્સીમાં બાળકો પ્રીમેચ્યોર (સમય પહેલા) જન્મે છે, જેવા કે સિસેના કેસમાં પણ જોવા મળ્યુ છે. જે બાળક 37 અઠવાડિયા પહેલા જન્મે છે, તેમણે પ્રીમેચ્યોર કહેવામાં આવે છે. આવા બાળકોમાં રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોવા અને સંક્રમણનો ખતરો વધુ હોય છે. કેટલાક સેમાં આવા બાળકોનું મગજ સારી રીતે વિકસિત થઇ શકતુ નથી.

(8:46 pm IST)