મુખ્ય સમાચાર
News of Saturday, 7th May 2022

રાજદ્રોહના કાયદા પર ફેરવિચારણા કરવાની જરૂર નથી :કેન્દ્ર સરકારનો સુપ્રીમકોર્ટમાં બચાવ

આઝાદીના 75 વર્ષ પછી પણ રાજદ્રોહના કાયદાની જરુર છે? સુપ્રીમકોર્ટે કર્યો હતો કેન્દ્રને સવાલ

નવી દિલ્હી : રાજદ્રોહના કાયદાની માન્યતાને પડકારવાના મામલે કેન્દ્ર સરકારે કાયદાનો બચાવ કરતાં કહ્યું છે કે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર નથી.કેન્દ્ર સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેદારનાથ સિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારમાં પાંચ જજોની બેંચનો ચુકાદો સાચો કાયદો છે.બંધારણીય બેન્ચે કાયદાને માન્ય રાખ્યો હતો અને નિર્ણય બંધનકર્તા છે.ત્રણ જજોની ખંડપીઠે તેના પર પુનર્વિચાર કર્યો ન હતો.તેથી રાજદ્રોહના કાયદાને પડકારતી તમામ અરજીઓને ફગાવી દેવી જોઈએ

કેન્દ્ર સરકારે કહ્યું કે રાજદ્રોહના કાયદાના દુરૂપયોગની ઘટનાઓ અગાઉના ચુકાદા પર પુનર્વિચારણા કરવા માટે પૂરતી  નથી. બંધારણીય બેંચના બંધનકર્તા ચુકાદા પર પુનર્વિચારણા કરવાની જોગવાઈનો દુરૂપયોગ કરવા માટે ક્યારેય કોઈ વાજબીપણું રહેશે નહીં. બંધારણીય ખંડપીઠે સમાનતાનો અધિકાર અને જીવવાના અધિકાર જેવા મૂળભૂત અધિકારોના સંદર્ભમાં કલમ 124એના તમામ પાસાઓની તપાસ કરી લીધી છે. અરજદારોએ અગાઉના નિર્ણયો પર પુનર્વિચારણા શા માટે કરવી જોઈએ તે અંગે કોઈ વાજબીપણું બતાવ્યું નથી.

(11:53 pm IST)