આનંદ મહિન્દ્રાની પોસ્ટ પર એક ટ્વિટર યુઝરે કરેલ કોમેન્ટનો આનંદ મહિન્દ્રાએ તેના અંદાજમાં જવાબ આપી લોકોનાં દિલ જીતી લીધા
યૂઝરે પુછ્યું “શું તમે NRI છો?” જેના જવાબમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું – “હું HRI છું - Heart (always) residing in India”
નવી દિલ્લી તા. 07 : જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ થોડા સમય પહેલા એક ટ્વિટ પોસ્ટ કારી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "મેનહટ્ટન 4 જુલાઈ સ્કાઈલાઈન". જે પોસ્ટનાં કોમેન્ટમાં એક યુઝરે પૂછ્યું હતું કે, “શું તમે NRI છો?” જેના જવાબમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે, “હું HRI છું - Heart (always) residing in India”.
જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતાના અલગ અંદાજવાળા ટ્વીટ કરવા માટે ફેમસ છે. આનંદ મહિન્દ્રા ટ્વિટર પર અવારનવાર વીડિયો શેર કરે છે અને જીવનપથ દર્શક વિચારો પણ શેર કરતા રહે છે. આનંદ ક્યારેક તેમના ફોલોવર્સ સાથે વાત પણ કરે છે અને તેમની સાથે સવાલ-જવાબ પણ કરતા હોય છે. હમણાં જ આનંદ મહિન્દ્રાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ અમેરિકામાં 4 જુલાઈના રોજ યોજાયેલા સમારોહ અને કાર્યક્રમોના ફોટો હતા. ઉલ્લેખનીય છે કે, આનંદ મહિન્દ્રા 4 જુલાઈએ અમેરિકામાં હતા, જે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના સ્વતંત્રતા દિવસ રુપે મનાવામાં આવે છે. ત્યારે આ ફોટો શેર કરતાં તેમણે લખ્યું હતું કે, "મેનહટ્ટન 4 જુલાઈ સ્કાઈલાઈન" તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં મેનહટ્ટનની આસપાસ ઉત્સવની ઉજવણી જોઈ શકાય છે.
આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર યુઝર્સે ઘણી કોમેન્ટ પણ કરી હતી. પરંતુ એક યુઝરે આનંદ મહિન્દ્રાને સવાલ કર્યો કે, શું તમે બિન નિવાસી ભારતીય (NRI) છો? ત્યારે આનંદ મહિન્દ્રાએ યુઝરના આ પ્રશ્નનો જવાબ ખુબ જ મનોરંજક અંદાજમાં આપ્યો હતો અને આ જવાબથી તેમણે લોકોનું દિલ જીતી લીધું હતું.
યુઝરના પ્રશ્નના જવાબમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, "બસ ન્યુયોર્કમાં પરિવારને મળવા આવ્યો છું, એટલા માટે એક HRI છું - Heart (always) residing in India, એટલે કે, દિલ હંમેશા ભારતમાં રહે છે." આનંદ મહિન્દ્રાએ આપેલા આ જવાબથી ટ્વીટર યુઝર્સ ખુશ થઈ ગયા હતા. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.