મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

મહેશ ભટ્ટ,મૌની રોય, ઉર્વશી રૌતેલા,રણવિજય સિંહ અને પ્રિંસ મરુલાને રાષ્ટ્રીય મહિલા પંચે નોટીસ ફટકારી

મહિલાઓના શોષણ કરવા વાળી મોડેલિંગ ફર્મને પ્રોત્સાહન આપવા માટે નોટિસ ફટકારી

મુંબઈ : ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે,તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં નિવેદન માટે પોલીસે બોલાવ્યા હતા, ત્યારે વધુ એક નિવેદન આપવા માટે તેમને મહિલા પંચે નોટીસ ફટકારી છે.

રાષ્ટ્રીય મહિલા પંચ (NCW)ની અધ્યક્ષ રેખા શર્માએ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ,મૌની રોય, ઉર્વશી રૌતેલા,રણવિજય સિંહ અને પ્રિંસ મરુલાને કથિત રીતે મહિલાઓના શોષણ કરવા વાળી મોડેલિંગ ફર્મને પ્રોત્સાહન આપવા માટે નોટિસ ફટકારી છે.

અધ્યક્ષ રેખા શર્માએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, આદેશ જારી કર્યા હોવા છતાં આઈએમજી વેન્ચર્સના પ્રમોટર સન્ની વર્મા અને તેના સાથીએ કમિશન સમક્ષ હાજર રહ્યા હતા. લોકોએ તો જવાબ આપવાની તસદી લીધી છે તો નિર્ધારિત બેઠકમાં આવ્યા.

મામલે રેખા શર્માએ અનેક ટ્વિટ કરી છે. ટ્વિટમાં તેમણે કહ્યું કે, ‘રાષ્ટ્રીય મહિલા પંચે તેમની હાજરીને ખૂબ ગંભીરતાથી લીધી છે.હવે બેઠક 18 ઓગસ્ટે સવારે 11.30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.લોકોને ફરી એકવાર ઔપચારિક નોટિસ મોકલવામાં આવશે.જો તેઓ પોતાની હાજર નહીં રહે તો અમારી રીતે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સામાજિક કાર્યકર્તા યોગિતા ભૈયાનાએ પોતાની કંપનીમાં એક કંપનીના પ્રમોટર સામેની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેણે ઘણી છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું અને તેમને મોડેલિંગમાં કારકીર્દિ બનાવવાની તક આપવાના બહાને બ્લેકમેઇલ પણ કર્યો હતો.

યોગિતાએ તેની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયો 15 જુલાઈ 2020 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એનસીડબ્લ્યુએ તેની નોંધ લીધી હતી અને કંપનીનું પ્રમોશન કરનારા અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓને નોટિસ પાઠવી હતી.

 

(11:14 am IST)