News of Friday, 7th August 2020
અમેરિકાની સેનેટના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સુશ્રી સારા ગિડ઼ોનને બરાક ઓબામાનું સમર્થન : સારા ગિડ઼ોન જેવા ઉચ્ચ શિક્ષિત ડેમોક્રેટ ઉમેદવારને સમર્થન આપતા હું ગૌરવ અનુભવું છું
મૈને : યુ.એસ.ના મૈને સ્ટેટ એસેમ્બલી સ્પીકર અને સેનેટના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સુશ્રી સારા ગિડ઼ોનને પૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામાએ સમર્થન ઘોષિત કર્યું છે.
ઓબામાએ જણાવ્યું હતું કે સારા ગિડ઼ોન જેવા ઉચ્ચ શિક્ષિત ડેમોક્રેટ ઉમેદવારને સમર્થન આપતા હું ગૌરવ અનુભવું છું.
સુશ્રી ગિડ઼ોન વર્તમાન રિપબ્લિકન સેનેટર મહિલા સુસાન કોલિન્સ કરતા 5 ટકા મતોથી આગળ છે.તેમના પિતા ભારતથી આવી અમેરિકાના ર્હોડેન આઇલેન્ડમાં સ્થાયી થયા હતા.જેમના ચાર સંતાનોમાં સુશ્રી ગિડ઼ોન સૌથી નાના છે.જો તેઓ ચૂંટાઈ આવશે તો તેઓ સૌથી નાની વયના બીજા નંબરના ઇન્ડિયન અમેરિકન સેનેટર બનશે .પ્રથમ ક્રમે સુશ્રી કમલા હેરિસ છે.
(1:13 pm IST)