મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

કોવિદ -19 : યુ.એસ.ની હોટેલ ક્ષેત્રની જાયન્ટ કંપની ' મેરિયોટ ઇન્ટરનેશનલ બેથેસ્ડા હેડક્વાર્ટર 'ના 673 કર્મચારીઓની છટણી કરાશે : 234 મિલિયન ડોલરની ખોટ નોંધાતા લેવાયેલું પગલું

યુ.એસ. : યુ.એસ.ની હોટેલ ક્ષેત્રની જાયન્ટ કંપની મેરિયોટ ઇન્ટરનેશનલ ઇન્ક ( NASDAQ : MAR )  કોવિદ -19 ની અસરથી  ઠપ્પ થઇ ગયેલા વ્યવસાયને કારણે બેથેસ્ડા હેડક્વાર્ટર 'ના 673 કર્મચારીઓની છટણી કરશે .તેવું કંપનીએ વૉશિન્ગટન  બિઝનેસ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
માર્ચ મહિનામાં કોવિદ -19 ની શરૂઆત થતા કંપનીએ એપ્રિલ માસની શરૂઆતમાં જ 2/3 ભાગના કર્મચારીઓને 90 દિવસનો સમય આપ્યો હતો.જે બાદમાં ઓક્ટો માસ સુધી લંબાવ્યો હતો.અને હવે 23 ઓક્ટોબરથી 673 કર્મચારીઓને છુટા કરાશે
4 હજાર જેટલા કર્મચારીઓ ધરાવતી મેરિયોટ ઇન્ટરનેશનલ નોર્થ બેથેસ્ડા ખાતે હેડક્વાર્ટર ધરાવે છે.જેમાંથી તે 2022 ની સાલ સુધીમાં મુક્ત થઇ જવા માંગે છે.તથા 33.7 એકર જેટલી જગ્યા કે એરિક્સનને 2019 ની સાલમાં વેચી નાખવામાં આવી છે ત્યાં એરિક્સન  30 માળનું  રહેણાંક બિલ્ડીંગ બનાવવા માંગે છે. 

(8:27 pm IST)