મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

દેશવ્યાપી લોકડાઉનની વ્યૂહરચનાની રણનીતિ અયોગ્ય હોવાથી નુકશાન થયું પુર્વ નાણા સચિવ

ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રને 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે

નવી દિલ્હી : દેશમાં પ્રવર્તી રહેલી આર્થિંક મંદી અંગે નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પુર્વ નાણા સચિવ સુભાષચંદ્ર એક ઇન્ટરવ્યૂમાં કેટલીક ગંભીર બાબતો પર ધ્યાન ખેચ્યું હતું. ગર્ગે કહ્યું છે કે દેશવ્યાપી લોકડાઉન વ્યૂહરચનાની રણનીતિ યોગ્ય નહીં હોવાનાં કારણે આ નુકસાન થયું છે

     તેમનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રને 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ગર્ગે જણાવ્યું કે કોરોના વાયરસ રોગચાળો ફેલાવો શરૂઆતમાં ધીમો ચોક્કસ પડ્યો પરંતુ તેનાથી અર્થતંત્રને અનેક ઘણું નુકસાન થયું. ગર્ગનું માનવું છે કે આર્થિક પરિસ્થિતિ ફક્ત ચોથા ક્વાર્ટર સુધીમાં સામાન્ય થઈ શકે છે, ત્યાં સુધી દેશની કુલ જીડીપી કોવિડ -19 થી પ્રભાવિત છે અને તેના કારણે 10 થી 11 ટકા એટલે કે લગભગ 20 લાખ કરોડ રૂપિયા જેટલું નુકસાન થઇ ચુક્યું હશે.

(12:00 am IST)