મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

બર્મીઘમ સીટી સેન્ટરમાં અનેક લોકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો : પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો.

લંડન: બ્રિટનના બર્મિંઘમ સિટી સેન્ટરમાં ચાકુબાજીની મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. બ્રિટિશ પોલીસે રવિવારે બર્મિઘમની આ મોટી ઘટનાની જાહેરાત કરી છે. જેમાં અનેક લોકોના ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.

આ અંગે વેસ્ટ મિડલેન્ડ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, આજે રાત્રે 12:30 કલાકે અમને બર્મિંઘમ સિટી સેન્ટર નજીક ચાકુબાજીની ઘટના વિશે માહિતી મળી હતી. જે બાદ આવી જ રીતે અન્ય કેટલાય લોકો પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે, તે અંગે હજુ સુધી બ્રિટિશ પોલીસ તરફથી કોઈ જાણકારી નથી મળી.

એમ્બ્યુલન્સ સહિતની ઈમરજન્સી સર્વિસ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને હાલ ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે ટ્વીટર પર જણાવ્યું કે, ગોળીબાર થયો હોવાના પણ સમાચાર મળ્યા છે. જો કે હજુ સુધી આવી કોઈ જાણકારી રિપોર્ટ નથી કરવામાં આવી.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે નિવેદનમાં કહ્યું કે, ત્યાં શું થયું હતુ? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે કોઈ પણ પ્રકારની અટકળો કરવી ઉતાવળ ગણાશે. હાલ સમગ્ર એરિયાને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

(8:31 am IST)