મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

ટ્રેડવોરમાં ડ્રેગનને ઝટકો: ભારતમાં ચીની વસ્તુનો બહિષ્કાર:ચીનમાં ભારતના સ્ટીલની વિક્રમી નિકાસ

એપ્રિલથી જુલાઈ સુધીમાં ચીને ભારત પાસેથી છેલ્લા ૬ વર્ષના રેકોર્ડ તોડી ૧.૩૦ મિલિયન ટન સ્ટીલ ખરીદ્યું

ભારત અને ચીન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારતે ટ્રેડવોરમાં ચીનને ફટકો માર્યો છે ચીની બજારમાં વિક્રમી નિકાસ કરી છે,એપ્રિલથી જુલાઈ સુધીના વ્યવસાયિક અહેવાલ મુજબ ચીનમાં ભારતીય સ્ટીલનો દબદબો રહ્યો છે. ચીને ભારત પાસેથી આ સમયમાં છેલ્લા ૬ વર્ષના રેકોર્ડ તોડી ૧.૩૦ મિલિયન ટન સ્ટીલ ખરીદ્યું છે

. ભારતીય બજારોમાંથી ચીની ઉત્પાદનોના જાકારા સાથે ચીનમાં ભારતીય ઉત્પાદનોના દબદબા ઉપર પણ ભાર મુકાતા વ્યવસાયિક વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વ્યાપારમાં ભારતીય સ્ટીલ ઉત્પાદકોએ મોટી સફળતા હાંસલ કરી છે. ચીનમાં ભારતીય સ્ટીલનું જોરદાર વેચાણ થયુ છે. એપ્રિલથી જુલાઈની અવધિમાં ચીનમાં ભારત દ્વારા અગાઉના વર્ષોની તુલનામાં બમ્પર માત્રામાં સ્ટીલ નિર્યાત કરવામાં આવ્યું છે.

  એપ્રિલથી જુલાઈ દરમ્યાન વૈશ્વિક સ્તરે 4.64 મિલિયન ટન સ્ટીલનું વેચાણ કર્યુ છે જે વર્ષ ૨૦૧૯ના એપ્રિલથી જુલાઈ સુધીના સમયમાં થયેલી 1.93 મિલિયન ટન વેચાણ કરતા બમણાથી વધુ ગણી શકાય તેમ છે. ભારતીય સ્ટીલના મુખ્ય આયાતકાર દેશ વિયેતનામ છે પરંતુ છેલ્લે ત્રિમાસિક વ્યાપારમાં વિયેતનામના ૧.૩૭ મિલિયન ટન સ્ટીલની ખરીદી સામે ચીને પણ ભારત પાસેથી ૧.૩૦ મિલિયન ટન સ્ટીલ ભારત પાસેથી ખરીદ્યું છે.

(10:18 am IST)