મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

કોરોનાએ ભારતીયોના સપના વેરવિખેર કરી નાખ્યા : ૨ કરોડ લોકો ફરી ગરીબ થઇ જશે

મોદી સરકારે ૨૬૦ અબજ ડોલરનું આપાતકાલીન આર્થિક પેકેજ જાહેર કર્યું : પરંતુ તેનો ફાયદો ગરીબોને બહુ ફાયદો થયો નહીં : કેટલાક રાજયોમાં આરોગ્ય કર્મચારીઓને ચૂકવવા માટે પણ રૂપિયા નથીઃ દેશનું અર્થતંત્ર ઝડપથી સંકોચાઇ રહ્યું છેઃ સરકારનું દેવું છેલ્લા ૪૦ વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી રહ્યું છે

નવી દિલ્હી,તા.૭: કોરોના વાયરસની મહામારીએ કરોડો ભારતીયોના સપનાને વેરવિખેર કરી નાખ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા જે ઝડપથી વિકસી રહી હતી તે બિલકુલ અટકી ગઈ છે. લાખો લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા હતા. મેગાસિટી ઊભા થઈ રહ્યા હતા, ભારતની તાકાત વધી રહી હતી અને એક આર્થિક મહાસત્ત્।ા બનવા તરફ અગ્રેસર હતો. પરંતુ દેશભરમાં જે આર્થિક સ્થિતિ સર્જાઇ છે તેના કારણે ચિંતા અનેકગણી વધી ગઈ છે. ભારતની અર્થવ્યવસ્થા અન્ય દેશ કરતા ઝડપથી તૂટી રહી છે. ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં અનુસાર અંદાજિત ૨ કરોડ જેટલા લોકો ફરીથી ગરીબીમાં જઇ શકે છે. મોટાભાગના નિષ્ણાતો આ નુકસાન માટે લોકડાઉનને જવાબદાર ગણાવી રહ્યા છે.

દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ શું છે તેને તમે સુરતની ટેકસટાઇલ મિલોમાં જોઈ શકો છો. જે મીલોને ઉભી કરવામાં પેઢીઓ લાગી ગઈ હતી ત્યાં હવે ઉત્પાદન પહેલાની સરખામણીએ ૧/૧૦ જેટલું રહી ગયું છે. ભારત સાડીઓને ફિનિશિંગ ટચ આપવાનું કામ કરતા અહીંના હજારો પરિવારોના લટકતા ચહેરાઓમાં ભારતની સાચી દશા જોવા મળશે. પરંતુ હવે આ લોકો શાકભાજી અને દૂધ વેચવા મજબૂર છે. મોબાઇલ ફોનની દુકાન હોય કે અન્ય કોઈ સ્ટોર એક સન્નાટો પસરાયેલ છે. છેલ્લા કવાર્ટરમાં ભારતનું અર્થતંત્ર ૨૪્રુ ઘટ્યું હતું જયારે ચીન ફરીથી વિકાસ કરી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ તો એમ પણ કહે છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા(અમેરિકા, ચીન, જાપાન, જર્મની પછી) હોવાનું ગૌરવ પણ ગુમાવી શકે છે.

નિષ્ણાત કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લોકડાઉન કડક હતું પરંતુ તેમાં ઘણી ભૂલો હતી. તેનાથી અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે તેટલું નહીં પરંતુ વાયરસ પણ ઝડપથી ફેલાયો છે. ભારતમાં હવે કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ ૮૦ હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. દેશની આર્થિક પરિસ્થિતિ પહેલાથી જ ડામાડોળ ચાલી રહી છે. ઉપરથી ચીન સાથેની સરહદ પર વિવાદ વકર્યો છે. પ્રખ્યાત લેખક અરુંધતી રોયે ધ ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું, 'એન્જિન ખરાબ થઈ ગયું છે. તેની વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા ખતમ કરી નાખવામાં છે. અને તેના ટુકડા હવામાં ફેંકી દેવામાં આવ્યાં છે, તમને ખબર નથી કે તે કયારે અને કેવી રીતે પડશે.'

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ડેવલોપમેન્ટ ઈકોનોમિસ્ટ જયંતી ઘોષે ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું કે, 'આઝાદી પછીનો ભારતનો કદાચ સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. લોકો પાસે રુપિયા નથી. બજારનું જ અસ્તિત્વ ન હોય તો રોકાણકારો રોકાણ કરશે નહીં. મોટાભાગે દરેક વસ્તુઓના ઉત્પાદન કરવામાં ખર્ચ વધી ગયો છે.'

ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ત્રિમાસિક ગાળાથી સતત ઘટી રહ્યો છે. ૨૦૧૬માં તે ૮ ટકા હતો. જે કોરોના શરૂ થાય તે પહેલાં ૪ ટકા પર આવી ગયો હતો. ચાર વર્ષ પહેલા ભારતે દેશની ૯૦ ટકા ચલણી નોટ નોટબંધી દ્વારા બંધ કરી હતી. આ નોટબંધીનું ધ્યેય ભ્રષ્ટાચાર ઘટાડવાનું અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું હતું. અર્થશાસ્ત્રીઓએ તેનું સ્વાગત કર્યું પરંતુ તેઓ કહે છે કે જે રીતે મોદીએ આ બધી બાબતોને અમલમાં મૂકી તેનાથી અર્થતંત્રને લાંબુ નુકસાન થયું. આ જ ઉતાવળ કોરોના દરમિયાન પણ જોવા મળી હતી. ૨૪ માર્ચે રાત્રે ૮ વાગ્યે મોદીએ રાત્રે ૧૨ વાગ્યાથી અર્થવ્યવસ્થા બંધ કરી દીધી હતી. ભારતીયો દ્યરોમાં કેદ થઈ ગયા ઘણા લોકોએ તરત જ તેમની નોકરી ગુમાવી દીધી. પરપ્રાંતિય મજૂરોના સ્થળાંતરથી એક અલગ સંકટ સર્જાયું. દ્યણા અર્થશાસ્ત્રીઓ લોકડાઉનના અમલીકરણને દેશમાં કોરોનાની હાલની વિસ્ફોટક સ્થિતિ માટે જવાબદાર માને છે.

વર્લ્ડબેંકના ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ કૌશિક બાસુએ કહ્યું કે, 'વર્ષ ૨૦૨૦ના બીજા કવાર્ટરમાં મંદી લગભગ સંપૂર્ણપણે લોકડાઉનના કારણે રહી છે. જો રોગચાળો કાબૂમાં આવ્યો હોત તો તે ફાયદાકારક હોત, પરંતુ તે ના આવી શકયો.' લોકડાઉન પછી પણ વાયરસથી ચેપ લાગવાનો ભય મંડરાઈ રહ્યો છે. ગૂગલ મોબિલીટી રિપોર્ટ અનુસાર રોગચાળા પહેલા કરતા ૩૯% ઓછા લોકો અનલોકમાં બહાર નીકળી રહ્યા છે. મોદી સરકારે ૨૬૦ અબજ ડોલરનું આપાતકાલીન આર્થિક પેકેજ જાહેર કર્યું, પરંતુ તેનો ફાયદો ગરીબોને બહુ ફાયદો થયો નહીં. કેટલાક રાજયોમાં આરોગ્ય કર્મચારીઓને ચૂકવવા માટે પણ રુપિયા નથી. સરકારનું દેવું છેલ્લા ૪૦ વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી રહ્યું છે.

(11:39 am IST)