મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

ભારતીય સેના બદલી રહી છે કાશ્મીરી લોકોની મનોસ્થિતી

આતંકવાદમાં જોડાતા યુવાઓમાં થયો ૪૨ ટકાનો ઘટાડો : રોજગારી ઉપર ધ્યાન આપી રહ્યા છે

જમ્મુ,તા. ૭: ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના કારણે દાયકાઓ સુધી ઘણુ સહન કર્યું છે. લાખો લોકોનું જીવન અને જીવનશૈલી કારણે અસર થઇ છે. પણ હવે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ઝડપથી બધુ બદલાઇ રહ્યું છે. કાશ્મીર એક નવી હવામાં શ્વાસ લઇ રહ્યું છે. તે ભારતીય સેના અને સુરક્ષા દળોને આભારી છે.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ત્યાંના યુવાઓ રાષ્ટ્રીય વિકાસ અને રોજગારી પર વધુ ધ્યાન આપી રહ્યા છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથોમાં યુવાઓનું જોડાવાનું ચાલુ નાણાંકીય વર્ષમાં ૪૨ ટકા જેટલુ ઘટી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દીર્ધદ્રષ્ટિ અને કલમ ૩૭૦ હટાવવાના પગલાના કારણે આ શકય બન્યું છે.

(3:13 pm IST)