મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

'ટ્રમ્પ મારા અસલી પિતા ' પાકિસ્તાની મુસ્લિમ યુવતીનો દાવો : અમેરિકામાં ચૂંટણી ટાણે જ વીડિયોથી ખળભળાટ

સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સમગ્ર વિશ્વમાં સનસનાટી

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વાયરલ પાકિસ્તાનના એક વીડિયોએ ભારે સનસનાટી મચાવી છે. વીડિયોમાં એક પાકિસ્તાની મુસ્લિમ યુવતી દાવો કરે છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પિતા છે અને મારી મા સાથે અવાર નવાર ઝગડો કરતા હતા. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ટાણે વીડિયોને લીધે વિશ્વભર સનસનાટી મચી જવા પામી છે 

વાયરલ વીડિયોમાં યુવતી મીડિયા સાથે વાતચીતમાં કહી રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા અસલી પિતા છે અને હવે હું તેમને મળવા માગું છું. હું બધાના મગજમાં વાત સ્પષ્ટ કરી દેવા માગું છું કે હું ડોનાલ્ડ ટ્રમ્પની સગી સંતાન છું. હું મુસલમાન છું અને અંગ્રેજોની સાથે જે અંગ્રેજ આવે છે, તેઓ મને જોઇને કહે છે કે છોકરી અહીં શું કરી રહી છે. હું ઇસ્લામ પંસદ છું અને મને શાંતિ પસંદ છે

ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા મારી માને કહેતા હતા કે તમે લાપરવાહ છો, તમે મારી પુત્રીની કેર કરી શકતા નથી. જ્યારે મારા માતા-પિતાનો ઝગડો થયો, ત્યારે હું બહુ દુઃખી હતું. હવે હું મારા પિતાને મળવા માગું છું.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણીના સમયમાં વીડિયો વાયરલ થતાં તેમની શાખ પર અસર થશે કે નહીં તે તો સમય કહેશે. પરંતુ હાલ તો સોશિયલ મીડિયા પર યુવતી યુઝર્સનો મજાક બની રહી છે. તેમનું કહેવું છે કે તો માત્ર પાકિસ્તાનમાં બની શકે.

હવે એવી પણ ચર્ચા થઇ રહી છે કે જો યુવતી દાવા મુજબ સાચું બોલી રહી હોય તો નવેમ્બરમાં યોજાનારી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ માટે જુરુર મુશ્કેલી પડી શકે છે. આમ પણ પ્રમુખ ટ્રમ્પના અનેક લફરા બહાર આવ્યા હતા. તેઓ ત્રણ વખત તો સત્તાવાર રીતે પરણેલા છે. બે પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ટ્રમ્પે મોડેલ મેલેનિયા સાથે લગ્ન કર્યા હતા.

(12:51 am IST)