મુખ્ય સમાચાર
News of Wednesday, 8th February 2023

રશિયાની રાજધાની મોસ્કો પાસે યેફ્રેમોવ શહેરમાં પાંચ માળની ઈમારતમાં વિસ્ફોટ:પાંચ લોકોના મોત

ઈમરાતમાંથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા

રશિયાની રાજધાની મોસ્કો પાસે આવેલા યેફ્રેમોવ શહેરમાં પાંચ માળની ઈમારત વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. રશિયાની ન્યુઝ એજન્સી RIA દ્વારા આ જાણકારી  આપવામાં આવી છે.

  ઈમરજન્સી સર્વિસ દ્વારા જારી કરવામાં આવેવી માહિતી પ્રમાણે – ઈમરાતમાંથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યાં છે. માળખાગત સુવિધાઓની કથળતી સ્થિતિ અને ગેસ સેફ્ટી નિયમોના પાલનના અભાવને કારણે રશિયામાં વિસ્ફોટની ઘટના વધુ બને છે.

(1:00 am IST)