મુખ્ય સમાચાર
News of Wednesday, 8th February 2023

છાવલા દુષ્‍કર્મ કેસમાં પુનર્વિચાર અરજી સુપ્રીમે ત્રણ જજોની બેંચની કરી રચના

નવી દિલ્‍હીઃ દિલ્‍હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં છાવલા દુષ્‍કર્મ કેસમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. આ અરજીમાં દિલ્‍હી પોલીસે છાવલા દુષ્‍કર્મ કેસના ત્રણે આરોપીઓને છોડી મુકવાનો વિરોધ કર્યો છે. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ આ કેસમાં ફરીથી સુનાવણી પર વિચાર કરવા આગ્રહ કર્યો છે.

ઉલ્‍લેખનીય છે કે ૨૦૧૨માં દિલ્‍હીના છાવલા વિસ્‍તારમાં એક મહિલા સાથે કથિત રૂપે દુષ્‍કર્મ અને હત્‍યાની ઘટનાને અંજામ અપાયો હતો. આ કેસમાં દિલ્‍હીની એક અદાલત દ્વારા મોતની સજા મેળવનાર ત્રણ આરોપીઓને છોડી મુકાયા હતા. આ આદેશને પડકારતી એક અરજી સુપ્રીમમાં કરવામાં આવી છે.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટ સમક્ષ આ કેસનો ઉલ્‍લેખ કરીને પુનર્વિચાર અરજી પર તાત્‍કાલીક સુનાવણી કરવા અને કેસની ખુલ્‍લી અદાલતમાં સુનાવણી કરવા વિનંતી કરી છે. સીજેઆઇ ચંદ્રવુડનું કહેવું છે કે તે આ અરજી પર વિચાર કરશે અને પોતાની અધ્‍યક્ષતામાં ત્રણ જજોની બેંચની રચના કરશે.

સોલીસીટર જનરલ તુષાર મહેતાનું કહેવુ છે કે છુટી ગયેલા આરોપીઓમાંથી એકે હાલમાં જ અન્‍ય કોઇ વ્‍યકિતનું ગળુ કાપી નાખ્‍યુ છે. તેમનું કહેવુ છે કે આરોપી રીઢો ગુનેગાર છે.

(3:09 pm IST)