ટીએસપી સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં વાપરી અભદ્રભાષા હવે કહે છે સફરજનને સફરજન જ કહેવાય સંતરૂ નહી
નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદના બજેટ સત્ર દરમ્યાન અપમાન જનક ભાષા વાપરી હતી. આક્ષેપ છે કે મહુઆએ ભાજપા સાંસદને ગાળ આપી, જેના પછી લોકસભામાં જોરદાર હંગામો થઇ ગયો
લોકસભામાં ટીડીપી નેતા રામમોહન નાયડુના સંબોધન દરમ્યાન મહુઆ મોઇત્રાનું અપમાન જનક બયાન માઇક્રોફોનમાં રેકોર્ડ થઇ ગયુ ત્યારપછી ભાજપાના નેતાઓએ મહુઆ મોઇત્રાની ટીપ્પણી પર સખત વાંધો નોંધાવ્યો તેમની પાસે માફીની માંગણી કરી
જોકે મહુઆએ લોકસભામાં પોતાની ભાષા પર સફાઇ આપતા કહયુ મને આヘર્ય થાય છે કે ભાજપા અમને સંસદીય શિષ્ટાચાર શીખવાડે છે. દિલ્હીનાએ પ્રતિનિધિએ મારી સાથે ગેરવર્તન કર્યુ હતુ. હું સફરજનને સફરજન જ કહીશ, સંતરૂ નહી જો તેઓ મને વિશેષાધિકાર સમિતિ સમક્ષ લઇ જશે તો હું મારો પક્ષ રજુ કરીશ.
મહુઆએ કહયુ કે મેં જે પણ કહયુ છે તે સદનમાં ઓન રેકોર્ડ નથી કહયુ આ કોઇ મોટી વાત નથી, લોકશાહી માટે મોટી વાત અદાણીનું ૧૦૦ બીલીયન ડોલરનું સ્કેન્ડલ છે.