મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

લોકડાઉનમાં ગ્રોસરી, શાકભાજી, પેકેજ્ડ- ફૂડના ઓનલાઇન શોપિંગમાં તેજી

હાલ જે ચીજ વસ્તુની માંગ સૌથી વધુ છે, તેમાં કરિયાણુ, ફ્રીઝન, ફૂડ, મિલ્ક પ્રોડકટ્સ, માસ્ક, સેનિટાઇઝર, ફિટનેસ બેન્ક અને ઓકિસમીટર સામેલ છે

નવી દિલ્હી,તા. ૮: કોરોનાને કારણે દેશનાં કેટલાંક રાજ્યોમાં લોકડાઉન લાગ્યું છે ત્યારે ઓનલાઇન કંપનીઓ પર ખરીદદારી બે ગણી થઇ ગઇ છે. ખાસ કરીને એમેઝોન, ગ્રોસરી, સાંસ્કૃતિક અને હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલા સામાનની માંગમાં ૫૦ થી ૮૦ ટકા સુધી વધી ગઇ છે.દેશમાં કોરોના રોગચાળો દિન-પ્રતિદિન વધુ પ્રસરી રહ્યો છે. જેથી લોકો ડરના માર્યા કરિયાણાની દુકાને જવાને બદલે ઘરેબેઠાં ઓનલાઇન ખરીદદારી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હાલ જે ચીજ વસ્તુની માંગ સૌથી વધુ છે, તેમાં કરિયાણુ, ફ્રીઝન, ફૂડ, મિલ્ક પ્રોડકટ્સ, માસ્ક, સેનિટાઇઝર, ફિટનેસ બેન્ક અને ઓકિસમીટર સામેલ છે. ઓનલાઇન કંપની ગ્રાફર્સના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામાં પેકેજડ ફુડમાં ૮૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ઓનલાઇન એમેઝોન પર પણ હેલ્થ અને હાઇજિન, નેબ્યુલાઇઝરની ખરીદદારી ૫૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

સ્નેપડીલના પ્લેટફોર્મ પર યોગા એકસેસરીઝ, લેપટોપ ટેબલ સહિત બાળકોના ઇન્ડોર ગેમ્સની માંગ વધી છે. ઓનલાઇન કંપનીઓ પોતાના સપ્લાયર્સનું પણ ખાસ ધ્યાન રાખી રહી છે. એમેઝોને મેમા સાડા સાત લાખથી વધુ સેલર્સ માટે સ્ટોરેજ ફી સહિત અન્ય ચાર્જીસ માફ કર્યા છે.

(4:09 pm IST)