મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

હોસ્પિટલમાં દાખલ થવા માટે હવે કોરોના પોઝીટીવ રિપોર્ટની જરૂર નહીં પડે

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના વિકરાળ બનેલા બીજા મોજા વચ્ચે કેન્દ્ર સરકારે આજે કોવિડ ૧૯ ઇલાજ બાબતે અનેક ફેરફારો કર્યા છેઃ હવે દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવા માટે કોવિડ ૧૯ના પોઝીટીવ રિપોર્ટની જરૂર નહીં પડેઃ અગાઉ હોસ્પિટલમાં દાખલ થવા માટે કોવિડનો પોઝીટીવ રિપોર્ટ કે પછી સીટી સ્કેનની જરૂર રહેતી હતીઃ કોઇપણ દર્દી કોઇપણ જગ્યાએ હોસ્પિટલમાં દાખલ થઇ શકશેઃ શહેર કે ગામની મર્યાદા જોવામાં આવશે નહીં: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ ૧૯ના દર્દીઓના હિતમાં લીધા અનેક પ્રકારના નિર્ણયોઃ કોઇપણ દર્દીને કોઇપણ હોસ્પિટલ દાખલ કરવાની ના નહીં પાડી શકેઃ મંત્રાલયે જાહેર કરી દર્દીઓ માટેની રાષ્ટ્રીય નીતિ

(4:30 pm IST)