મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

શ્રીમંત વ્યક્તિઓ દ્વારા પણ પત્નીના ગરીબ પરિવાર પાસે દહેજની માંગ કરવી તે જુલમ છે : મૃતક મહિલાના માતા-પિતાની જુબાનીને અવગણી પતિ અને તેના પરિવારને નિર્દોષ છોડી મુકવાનો ટ્રાયલ કોર્ટનો આદેશ બોમ્બે હાઇકોર્ટે રદ કર્યો

ઔરંગાબાદ : આપણા સમાજમાં દહેજની સામાજિક સમસ્યા ચાલુ છે અને કહેવાતા શ્રીમંત વ્યક્તિઓ પણ કન્યાના ગરીબ માતાપિતા પાસેથી દહેજની માંગ કરે છે. [વસંત સ/ઓ નાગનાથ અમિલકાંતવાર વિ. મહારાષ્ટ્ર રાજ્ય]

ઔરંગાબાદ ખાતેની બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં અવલોકન કર્યું હતું કે મૃતક મહિલાના માતા-પિતાની જુબાનીને મામૂલી આધાર પર અવગણવામાં આવી છે. આથી પતિ અને તેના પરિવારના સભ્યોને નિર્દોષ છોડી દેવાના આદેશોને બાજુ પર રાખ્યા હતા.

જસ્ટિસ ભરત દેશપાંડેએ પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, આપણા સમાજમાં દહેજનું પાસું સ્પષ્ટપણે એક સામાજિક જોખમ છે. સમયાંતરે અદાલતો દ્વારા લાદવામાં આવેલા કડક કાયદા અને સજાઓ છતાં, કાયદાની અદાલતોમાં ઘણા કેસો આવતા રહે છે. લોભ વ્યક્તિની સ્થિતિ પર આધારિત નથી. પત્નીના ગરીબ પરિવારના સભ્યો સામે શ્રીમંત વ્યક્તિઓ દ્વારા પણ દહેજની માંગણીઓ બેફામપણે જોવા મળે છે.

14 જૂન, 2001ના રોજ સરકારી હોસ્પિટલમાં 97 ટકા દાઝી જવાને કારણે મૃત્યુ પામેલી મહિલાના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી રિવિઝન અરજીને બેન્ચે માન્ય રાખી હતી. મૃતકના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેમની પુત્રી સાથે વારંવાર ખરાબ વર્તન કરવામાં આવતું હતું અને તેના પતિ અને તેના સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો, કારણ કે તેના માતા-પિતા દહેજની માંગણી પૂરી કરવામાં નિષ્ફળ ગયા હતા.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે

(8:39 pm IST)