મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

પૂર્વી અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં થયા રહસ્મય વિસ્ફોટ : પાકિસ્તાનના ટોચના કમાન્ડર સહિત અન્ય ત્રણ આતંકવાદીઓના પણ મોત

તહેરીક એ તાલિબાન પાકિસ્તાનના ટોચના કમાન્ડર ઉમર ખાલીદ ખુરાસાનીનું મોત, તેમનું વાહન આવી ગયું હતું લેન્ડમાઈનના સંપર્કમાં

નવી દિલ્લી તા.08 : પૂર્વી અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં મોટો બ્લાસ્ટ થયો હોવાની માહિતી સામે આવી છે. જેમાં પ્રતિબંધિત તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાનના ટોચના કમાન્ડર ઉમર ખાલીદ ખુરાસાનીનું મોત નીપજ્યું છે. ખુરાસાનીની સાથે અન્ય ત્રણ આતંકવાદીઓના પણ મોત થયા છે.

પાકિસ્તાની મીડિયા દ્વારા સોમવારે આ જાણકારી આપાવામાં આવી છે. ખુરાસાની સહિત આતંકી સંગઠનના વરિષ્ઠ કમાન્ડરને લઈ જઈ રહેલા વાહનને રવિવારે રહસ્મય વિસ્ફોટક ઉપકરણથી નિશાનો બનાવવામાં આવ્યા હતા.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટોચના આતંકીઓ બીરમલ જીલ્લામાં યોજવનાર બેઠકમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. ત્યાં જ તેમનો વાહન લેન્ડમાઈનના સંપર્કમાં આવી ગયું હતું. વાહનમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ટોચના ટીટીપી નેતા અબ્દુલ વલી મોહમ્મદ, મુફતી હસન અને હફીઝ દૌલત ખાનનો પણ સમાવેશ થાય છે.

જ્યારે ટોચના આતંકીઓ બેઠકમાં જઈ રહ્યાં હતા, ત્યારે તેમનું વાહન લેન્ડમાઈનના સંપર્કમાં આવી ગયું હતું. મોહમ્મદને ટોચના આતંકીઓમાં માનવામાં આવે છે. આતંકી સંગઠન ટીટીપી પાકિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે. ખુરાસાની પર એક કરોડ રૂપિયાનો ઈનામ હતું. જોકે ટીટીપી તરફથી આ અંગેની પુષ્ટિ કરવાનું બાકી છે. આ ઘટના બાદ અફઘાનિસ્તાન તાલિબાન અને પાકિસ્તાનના તાલિબાન વચ્ચે ચાલતી શાંતિ વાર્તામાં જરૂર અવરોધ થશે. ટીટીપી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવામાં ફાટા વિસ્તાર પર કબ્જો છોડવાની માંગ સ્વીકારવા રાજી ન હતા.

(9:07 pm IST)