મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

મુંબઇ પહોંચ્યા બાદ કંગના રનૌતને સાત દિવસ માટે ક્વોરન્ટાઇન કરાશે : બીએમસી

7 દિવસ અંદર રિટર્ન ટિકિટ બતાવશે તો હોમ ક્વોરન્ટાઇન રહેવાની જરૂર રહેશે નહીં.

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મુંબઈની તુલના પી.ઓ.કે. સાથે કર્યા બાદ તેને સતત રાજકારણીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. શિવસેનાનાં સૌથી મોટા નેતા કંગનાનો વિરોધ કરી રહ્યા છે, જેમાં પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત ટોચ પર છે. 9 સપ્ટેમ્બરના રોજ કંગનાએ મુંબઇ આવવાની જાહેરાત કરી ત્યારથી તેની સામેનાં હુમલાઓ તીવ્ર બન્યા છે. 9 સપ્ટેમ્બરના રોજ કંગના રનૌતે મુંબઇ પાછા ફરવાના નિવેદન બાદ, બીએમસીએ પણ તેની તૈયારીની તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કંગનાનાં મુંબઇ પહોંચ્યા પછી તેને 7 દિવસ માટે ક્વોરન્ટાઇન કરશે.

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) મુજબ, 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન રાખવા ફરજિયાત છે, પરંતુ જો કંગના 7 દિવસની અંદર પોતાની રિટર્નની ટિકિટ બતાવે છે, હોમ ક્વોરન્ટાઇન રહેવાની જરૂર રહેશે નહીં. એસ.ઓ.પી.માં એ ઉલ્લેખ કરાયો છે કે કંગનાને કોઈ છુટ આપવામાં આવશે નહીં કારણ કે તે આવશ્યક સેવાઓ હેઠળ આવતી નથી.

(8:34 am IST)