મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

કોરોના અંતિમ મહામારી નથી : વિશ્વ હવે પછીના પડકાર માટે તૈયાર રહે : વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી

વિશ્વએ હેલ્થ સિસ્ટમ મજબૂત કરવી પડશે : વધુ રોકાણ કરવું પડશે

જીનીવા તા. ૮ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના ડાયરેકટર જનરલ ટેડ્રોસ અઘાનોમે ચેતવણી આપી છે કે કોરોના બાદ પણ દુનિયા સામે મહામારીનો ખતરો કાયમ રહી શકે છે. તેઓએ કહ્યું છે કે જો દુનિયા કોરોના પર કાબૂ મેળવવામાં સફળ રહેશે તો પણ આ છેલ્લી મહામારી નહીં હોય. ટેડ્રોસે દેશને પોતાના હેલ્થ સિસ્ટમમાં વધારે રોકાણ કરવાની સલાહ આપી છે.

જેનેવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં WHO ચીફે કહ્યું કે કોરોના દુનિયાની છેલ્લી મહામારી નથી. ઈતિહાસ શીખવે છે કે દુનિયામાં મહામારી ફેલાવવું જીવન સાથે જોડાયેલું સત્ય છે. ફરી વાર મહામારી ફેલાય તો દુનિયાએ તૈયાર રહેવું જોઈએ, તેઓએ કહ્યું કે તેના માટે દુનિયાભરના દેશોએ પોતાની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવાની રહેશે અને વધારે રોકાણ કરવાનું રહેશે.

આ પહેલાં ઓગસ્ટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને એક ચેતવણી આપતાં કહ્યું કે આ મહામારી લાંબા સમય સુધી રહી શકે છે.  WHOના છ મહિનાના મૂલ્યાંકન પર આપાત કમિટીથી મુલાકાત બાદ કહ્યું હતું કે કોરોના મહામારી લાંબા સમય સુધી રહી શકે છે. કોરોનાના ખતરાના મૂલ્યાંકનને લઈને કહ્યું કે કોરોના સંક્રમણ દુનિયામાં ફેલાતા ૭ મહિના થઈ ચૂકયા છે અને કમિટી તેનું મૂલ્યાંકન ૪ વખત કરી ચૂકી છે. બેઠટકમાં કોરોનાના ખતરાને વધારે નક્કી કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે આખી દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૨૭૪૩૦૪૫૮ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. આ મહામારીના કારણે ૮૯૫૨૬૮ લોકો પોતાનો જીવ ખોવી ચૂકયા છે. ભારત હવે દુનિયામાં મહામારીનું એપીસેન્ટર બની ચૂકયું છે. રોજ ૮૦ હજારથી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે હવે દેશમાં ૪૨૦૪૬૧૩ કેસ આવ્યા છે. તેમાંથી ૩૨૫૦૪૨૯ લોકો રિકવર થયા છે. એકિટવ કેસ ૮૮૨૫૪૨ છે અને ૭૧૬૪૨ લોકો મોતના મુખમાં પહોંચી ચૂકયા છે.

(11:11 am IST)