મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

પોતે કરેલી આર્થિક ખોટની ભરપાઈ માટે મોદી જી 'સરકારી કંપની વેચો અભિયાન' ચલાવે છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.૮: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારની નીતિઓની સમીક્ષા કરતા કહ્યા છે. તેઓ વારંવાર જીડીપી, અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસને લઈને સરકાર પર નિશાનો સાધતા રહ્યા છે. હવે મંગળવારે એક વાર ફરી તેમણે મોદી સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે એલઆઈસી વેચવાનો મોદી સરકારનો વધુ એક શરમજનક પ્રયત્ન છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રહ્યું કે મોદી જી સરકારી કંપનીઓ વેચો અભિયાન ચલાવી રહ્યા છે. પોતાની બનાવેલી આર્થિક ખોટની ભરપાઈ માટે દેશની સંપતિને થોડી થોડી કરીને વેચી રહ્યા છે. જનતાના ભવિષ્ય અને ભરોસાને નેવે મુકી એલઆઈસી વેચવી મોદી સરકારનો વધુ એક શરમજનક પ્રયત્ન છે.'

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એક સમાચાર શેર કર્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એલઆઈસીમાંથી ૨૫ ટકાની ભાગીદારી વેચશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, મુંબઈ, લખનૌ સહિતના કેટલાક એરપોર્ટની જવાબદારી મોદી સરકારે અદાણીને સોંપી દીધી છે. એર ઈન્ડિયા વેચવા કાઢી છે. રેલ્વેમાં ખાનગીકરણ માટે તલપાડ છે સરકાર. આ ઉપરાંત અનેક બેંકનોના ખાનગીકરણ અને વિલીની કરણ પર નજર રાખીને બેઠી છે સરકાર. નોંધનીય છે કે રાહુલ ગાંધી અનેક મુદ્દાઓ પર સરકારને સમયે સમયે દ્યેરી છે અને નિશાન સાધી ટકોર કરી છે.

(2:45 pm IST)