મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

લડાખ સરહદે કંઇ ગંભીર બન્યુ છે ?

ચૂસુલના 'મુખપરી'ની ટોચે ૪૦ ચીની સૈનીકો અને ભારતીય સૈનિકો આમને સામને: ભારે સ્ફોટક સ્થિતિ

લદાખના ચૂસુલ ક્ષેત્રમાં આવેલ ''મુખપરી'' પર્વતની ટોચે ભારત-ચીનના સૈનીકો તદન આમને-સામને આવી ગયાના અહેવાલો બપોરે મળે છે.

૪૦ જેટલા ચીની સૈનીકો (પીએલએ) ભારતની ફોરવર્ડ પોસ્ટની ખુબ જ નજીક સામસામે આવી ગયાનું ન્યુઝફર્સ્ટ નોંધે છે.

અત્યારની સ્થિતિ અત્યંત સ્ફોટક છે. કંઇપણ બની શકે છે. સત્તાવાર નિવેદનની રાહ જોવાઇ રહી છે. ટવીટર ઉપરના અહેવાલ મુજબ લદાખ સરહદે કોઇ ઘટના સર્જાયાનું જાણવા મળે છે.

(2:55 pm IST)