મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

સુપ્રીમમાં વીડિયો કોન્ફરન્સ દરમિયાન ફેસિયલ કરાવતી હતી મહિલા વકીલ

બ્યૂટિશિયનને કહ્યું, જલદી કરો, કેસનો નંબર આવવાનો છે

નવી દિલ્હી તા. ૮ : કોરોનાકાળમાં સુપ્રીમ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ (વીસી) દ્વારા સુનાવણીમાં અજીબોગરીબ કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન વકીલોની અટપટી હરકતોના અજબ કિસ્સા સામે આવી રહ્યા છે. કયારેક કોઇ વકીલ હુકકો પીતો દેખાય છે, તો કયારેક કોઇ બનિયાન પહેરેલી હાલતમાં જોવા મળે છે. ગઇકાલે સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન બે એવા કિસ્સા સામે આવ્યા જેના કારણે આખી કોર્ટ હાસ્ય રોકી ન શકી.

જસ્ટિસ એલ. નાગેશ્વરરાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચ જયારે મહિલા વકીલ વીસી સાથે જોડાઇ ગઇ. તે ફેશિયલ કરાવી રહી હતી અને બ્યૂટિશિયનને કહી રહી હતી. જલદી કરો. મારા કેસની સુનાવણીનો નંબર આવવાનો છે. મહિલા વકીલને ખ્યાલ જ નહતો કેતે ફેશિયલ કરાવતા પહેલાં જ વી.સી સાથે જોડાઇ ચુકી છે જજ અન વકીલ લગભગ પાંચ મિનિટ સુધી આ દ્રશ્યને જોતાં હસતા રહ્યા.

એક વકીલે કહ્યું હવે ફેશિયલ જોવાનું જ બાકી રહી ગયું હતું. બધા લોકોને લાગ્યું કે કદાચ મહિલા વકીલને પોતાની ભૂલનો અહેસાસ થશે, પરંતુ આ બધી બાબતોથી બેખબર તે ફેશિયલમાં જ લાગેલી રહી. ત્યારબાદ રજિસ્ટ્રીએ વકીલનું કનેકશન ડિસકનેકટ કરી દીધું અને બીજા સુનવણી શરૂ કરી.

અન્ય એક કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ કે.એમ.જોસેફની બેંચમાં સુનાવણી દરમિયાન સ્ક્રીન પર કોરોનાનો ખોફક દેખાયો. સુનાવણી બાદ જયારે જસ્ટિસ ચંદ્રચુડ પોતાનો આદેશ લેપટોપ પર લખી રહ્યા હતા ત્યારે સ્ક્રીન પર જસ્ટિસ કે.એમ. જોસેફ દેખાયા. તેમણે પોતાની એક આંગળી પર ઓકિસમીટર લગાવ્યું હતું. આ જોઇને જસ્ટિસ ચંદ્રચુડ થોડું હસ્યા અને આદેશ લખ્યા બાદ પુછયું કેટલું ટેમ્પરેચર આવ્યુ઼ ત્યારે બાદ બંને સુનાવણી કરી રહી હતી ત્યારે અનેક હસી પડયા.

(3:30 pm IST)