મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

રાજકોટમાં કોરોનાને લઈ સારા સમાચાર : સતત 3 દિ'એ પોઝિટિવ કેસ કરતાં ડિસ્ચાર્જ દર્દીઓનો આંક વધુ : સાંજે 50 સાથે આજે કુલ 98 રિપોર્ટ પોઝિટિવ : 201 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

શહેરનો કુલ આંક 3960 : કુલ 2431 લોકો સાજા થયા

રાજકોટ: શહેરમાં સાંજે 50 અને બપોરે 48 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 98 કેસ નોંધાતા કુલ આંક 3960એ પહોંચ્યો છે. સતત બીજા દિવસે 201 દર્દીઓસાજા થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 2431દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ ૫૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આજ દિન સુધીમાં કુલ કેસનો આંક 3960એ પહોંચ્યો છે.હાલ 1355 દર્દીઓ સારવાર હેઠળ છે.

 રવિવારે 101 કેસ 198 દર્દીઓ તથા સોમવારે 96 કેસ તથા 215 દર્દીઓ સાજા થયા છે.આમ સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસ કરતાં ડિસ્ચાર્જ દર્દીઓનાં આંકમા વધારો થયો છે.

(6:38 pm IST)