મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

રિલાયન્સ રિટેલમાં પણ રોકાણ કરશે ફેસબુક અને KKR : અગાઉ જીઓમાં પણ બંનેએ ભાગીદારી ખરીદી હતી

જિયોએ વિશ્વના 13 રોકાણકારો પાસેથી અંદાજે 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું

નવી દિલ્હી: કોરોનાકાળમાં રિલાયન્સ જિયોને સતત મોટા રોકાણકારો મળી રહ્યા છે. તેમાં અમેરિકાના ઇક્વિટી ફર્મ KKR અને સોશિયલ સાઇટ ફેસબુક પણ સામેલ છે. હવે આ બંને ફર્મ- KKR અને ફેસબુક રિલાયન્સ રિટેલમાં રોકાણની તૈયારીમાં છે અહેવાલ મુજબ ફ્યૂચર ગ્રુપના રિટેલ વેપારના અધિગ્રહણ થયા પછી અમેરિકન કંપનીઓ રિલાયન્સ રિટેલમાં રોકાણ કરશે.

અત્રે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ  ફ્યૂચર ગ્રુપની રિટેલ એન્ડ હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક એન્ડ વેરહાઉસિંગ બિઝનેસના અધિગ્રહણ કરવા જઇ રહી છે.

તેનાથી રિલાયન્સ ફ્યૂચર ગ્રુપના બિગ બજાર, ઈજીડે અને FBBના 1800થી વધુ સ્ટોર્સ સુધી નેટવર્ક ઉભું કરશે,જે દેશના 420 શહેરોમાં ફેલાયેલા છે.આ ડીલ 24,713 કરોડ રૂપિયામાં ફાઇનલ થઇ છે.

રિલાયન્સ રિટેલlમાં અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ 1 અબજ ડોલર (અંદાજે 7500 કરોડ રૂપિયા)ના રોકાણ માટે વાતચીતમાં વ્યસ્ત છે

લંડનના સમાચાર પત્ર ફાઇનેન્શિયલ ટાઇમ્સ મુજબ આ રોકાણ માટે બંને સમૂહ વચ્ચે વાતચીતમાં લાગેલા છેઅને તેમાં રિલાયન્સ રિટેલની વેલ્યૂશન લગભગ 87 અબજ ડોલર (અંદાજે 4.18 કરોડ રૂપિયા)ની થઇ શકે છે.

અમેરિકામાં ઇક્વિટી ફર્મ KKRએ જિયો પ્લેટફોર્મમાં 1.5 અબજ ડોલર (અંદાજે 11,367 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે.જ્યારે ફેસબુકે પણ જિયો પ્લેટફોર્મ પર અંદાજે 45 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે અંદાજે 10 ટકા ભાગેદારી ખરીદી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન લગભગ 3 મહિનાની અંદર રિયાલન્સે તેના સાથી કંપની જિયો પ્લેટફોર્મ માટે વિશ્વના 13 રોકાણકારો પાસેથી અંદાજે 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે.

(9:21 pm IST)