News of Tuesday, 8th September 2020
જલપાઇગુડીમાં આદિવાસી બહેનો સાથે સામૂહિક બળાત્કારઃ એક એ આત્મહત્યા કરી, બીજીની હાલત ગંભીર, સમાજનો કલંકિત કિસ્સો
જલપાઇગુડી જિલામાં બે આદિવાસી બહેનો સાથે કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામા આવ્યો. જે પછી એક બહેનએ આત્મહત્યા કરી લીધી જયારે બીજી છોકરીની હાલત ગંભીર છે પોલીસએ આ જાણકારી આપી પરિવારએ બતાવ્યુ કે ૧૬ અને ૧૪ વર્ષની બે બહેનો થોડા સ્થાનિય યુવકો સાથે બહાર નીકળી હતી. એના ભાઇએ કહ્યુ હંમેશાની જેમ બહાર ગયેલ એમની તબિયત ખરાબ હોવાથી પરિવાર એમને હોસ્પિટલ લઇ ગયેલ ભાઇએ કહ્યુ મારી બહેનોએ બતાવ્યુ એની સાથે પાંચ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. અને તે ભાગીને ઘર પહોંચી હતી. ત્રણ લોકોની ધરપકડ કરવામા આવી છે. અન્ય બેની તલાશ જારી છે.
(11:53 pm IST)