પતિએ ગુલાબ આપી વ્યકત કર્યો પ્રેમઃ પત્નિએ રેડયું પાણી
પતિ પ્રેમ વ્યકત કરે છે ત્યારે પણ પત્નિને તેની રસોઈ અને લોકોની નજરની પડી હોય છે
લાહોર, તા.૮: હિન્દી ફિલ્મોમાં પતિ-પત્ની વચ્ચેના રોમઙ્ખન્સનો સીન જોઈને સામાન્ય માનવીના મનમાં પણ આવી જ રોમાંચક પળો જીવવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે, પણ સામાન્ય જીવનમાં પત્ની ઘરકામ વચ્ચે કેવી રીતે પતિના રોમેન્સનો જવાબ આપે છે એ કોઈને કહેવું પડે એમ નથી.
પાકિસ્તાનના લાહોરના બિલાલ ખાન તેની પત્ની દુઆ સિદ્દીકી માટે બજારમાંથી ખરીદી કરીને પાછો વળતાં સુંદર લાલ ગુલાબ લેતો આવે છે. એના જવાબમાં પત્ની પહેલાં શરમાય છે, પણ પછી પતિને મીઠો ઠપકો આપે છે.
બજારનો સામાન લઈને દ્યરે પહોંચેલો પતિ પત્નીને બહાર બોલાવે છે ત્યારે સામાન લેવા બહાર ગયેલી પત્નીને પતિ જયારે લાલ ગુલાબ આપે છે ત્યારે પહેલાં તો પત્ની શરમાઈ જાય છે, પરંતુ અચાનક ચૂલા પર રસોઈ ચડાવેલી રસોઈ યાદ આવતાં મીઠો ઠપકો આપે છે.
પતિ પ્રેમ વ્યકત કરે છે ત્યારે પણ પત્નીને તેની રસોઈ અને લોકોની નજરની પડી હોય છે, જે દર્શાવે છે કે જાહેર જીવનમાં હજી સુધી ફિલ્મોની અસર હેઠળ લાજ-શરમ મૂકી દેવાઈ નથી. નેટિઝન્સને લગ્ન પછીનો આ રોમેન્સ અને પત્નીની શરમાળ ટકોર ઘણાં ગમ્યાં છે.