મુખ્ય સમાચાર
News of Friday, 8th October 2021

ઉત્તર અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટ : 43થી વધુ લોકોના મોત : 140થી વધુ લોકો ઘાયલ

માર્યા ગયેલા અને ઘાયલ થયેલા કેટલાકને કુન્દુઝ શહેરમાં એનજીઓની સુવિધામાં લાવવામાં આવ્યા

કાબુલ : શુક્રવારે ઉત્તર અફઘાનિસ્તાનમાં એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 43 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 140 થી વધારે અન્ય ઘાયલ થયા હતા.

 ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (એમએસએફ) ના અધિકારી સારા ચારેએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા અને ઘાયલ થયેલા કેટલાકને કુન્દુઝ શહેરમાં એનજીઓની સુવિધામાં લાવવામાં આવ્યા હતા અને મૃતકોની સંખ્યા વધારે હોઈ શકે છે.

 કુન્દુઝ પ્રાંતના પ્રવક્તા મતિઉલ્લા રોહાનીએ સીએનએનને જણાવ્યું કે, આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટ માટે જવાબદાર હતો, જે શુક્રવારની નમાઝ દરમિયાન સૈયદ આબાદ મસ્જિદની અંદર ઘૂસ્યો હતો.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મોજાહિદે ટ્વિટર પર જણાવ્યું હતું કે, સુરક્ષા દળો ઘટનાસ્થળે છે અને તપાસ ચાલી રહી છે.
 હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી

.પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે કુન્દુઝમાં એક મસ્જિદની અંદર થયેલા વિસ્ફોટમાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે

 

(8:24 pm IST)