મુખ્ય સમાચાર
News of Friday, 8th October 2021

કાશ્મીર ઘાટી મુદ્દે મહત્વની બેઠક :ઉપરાજ્યપાલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે દિલ્હી બોલાવ્યા

બે દિવસમાં પાંચ નાગરિકોની હત્યાથી કેન્દ્ર એક્શનમાં : ગૃહમંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચેની આ બેઠકમાં આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે વાતચિત થઇ શકે

 

નવી દિલ્હી : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને  દિલ્હી બોલાવ્યા છે. મનોજ સિંહાની આ મુલાકાતથી મનાઈ રહ્યું છે કે, ગૃહમંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચેની આ બેઠકમાં આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે વાતચિત થઇ શકે છે.

જામુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાના મુદ્દા પર દિલ્હીમાં એક મોટી બેઠક થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહએ જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને દિલ્હી બોલાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને પાકિસ્તાની આતંકી સંગઠનોના ઇશારે નિશાન બનાવાય છે સરકારના ઉચ્ચ સુત્રોના જણાવાયા મુજબ પાકિસ્તાની સંગઠન આ હુમલાઓમાં કાશ્મીરના સશસ્ત્ર અથવા પાર્ટ ટાઈમ આતંકીનો ઉપયોગ કરી રહ્યું છે.આવા આતંકીઓ સામાન્ય નોકરી કરતા હોય છે અને સામાન્ય નાગરિકોને નાના હથિયાર એટલે કે પિસ્ટલથી નિશાન બનાવે છે,હુમલો કર્યા પછી તેઓ ફરીથી સામાન્ય નાગરિકની જેમ જીવન જીવવા લાગે છે.

(10:57 pm IST)