મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

ગુજરાતના મંજુલા પ્રદીપને સ્થાનઃ મુગ્ધા કાલરાનો પણ સમાવેશ

બીબીસી વર્લ્ડ ર૦ર૧ની વિશ્વની સૌથી પ્રેરક-પ્રભાવશાળી ૧૦૦ મહિલાઓની યાદી જાહેર કરી : સૌથી વધુ અફઘાનીસ્તાનની પ૦ મહિલાઓઃ ભારતમાંથીબે સંઘર્ષરત નારી શકિતઓ સામેલ

વોશીંગ્ટન તા. ૮: બીબીસી વર્લ્ડે ર૦ર૧ માટે વિશ્વની સૌથી પ્રેરક અને પ્રભાવશાળી ૧૦૦ મહિલાઓની યાદી જાહેર કરી છે.    જેમાં   સૌથી વધુ પ૦ મહિલાઓ અફઘાનીસ્તાનની છે.

આ યાદીમાં બે ભારતીય મહિલાઓ મુગ્ધા કાલરા અને મંજુલા પ્રદીપને પણ સ્થાન મળ્યું છે. ગુજરાતની માનવાધિકાર કાર્યકર મંજુલા પ્રદીપે વંચિતોના અધિકારો, જાતિ અને લીંગ ભેદભાવ વિરૂધ્ધ સંઘર્ષમાં વિશેષ ઓળખ મેળવી છે.

જયારે મુગ્ધા કાલરા ''ઓટિજમ'' નામની બીમારીથી પીડીત બાળકોના અધિકારો માટે સંઘર્ષરત છે. તેઓ ''નોટ ધેટ ડિફરન્ટ''ના સહ સંસ્થાપક છે.

(11:50 am IST)