' ફ્રીડમ ઓફ સ્પીચ ' વેબિનાર : આવતીકાલ 10 એપ્રિલના રોજ દેશના સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા વાણી સ્વાતંત્ર્ય વિષે ચોખવટ કરતું ઉદબોધન કરશે : ડિબેટ એન્ડ ડિસ્કશન સોસાયટી (DDS ) કેમ્પસ લો સેન્ટરના ઉપક્રમે આયોજિત વેબિનારમાં પ્રશ્નોત્તરીનો પણ સમાવેશ
ન્યુદિલ્હી : આવતીકાલ 10 એપ્રિલના રોજ દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતા ' ફ્રીડમ ઓફ સ્પીચ ' એટલેકે વાણી સ્વાતંત્ર્ય વિષે ચોખવટ કરતું ઉદબોધન કરશે .ડિબેટ એન્ડ ડિસ્કશન સોસાયટી (DDS ) કેમ્પસ લો સેન્ટરના ઉપક્રમે આયોજિત વેબિનારમાં ઉદબોધન પૂરું થયા પછી પ્રશ્નોત્તરીનો પણ સમાવેશ કરાયો છે.
ભારતના સોલિસીટર જનરલ શ્રી તુષાર મહેતા આ અગાઉ ભારતના એડિશનલ સોલિસિટર જનરલ (2014-18) અને ગુજરાત રાજ્યના પૂર્વ એડવોકેટ જનરલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.જે અંતર્ગત તેઓએ અનેક સીમાચિહ્નરૂપ કેસ હાથ ધર્યા હતા.
આ વેબિનાર કેમ્પસ લો સેન્ટરની "કોર્ટરૂમ લિજેન્ડ્સ" વ્યાખ્યાન શ્રેણીનો એક ભાગ છે . અને ડિબેટ એન્ડ ડિસ્કશન સોસાયટી, કેમ્પસ લો સેન્ટર એ એક મંચ છે . જે મુક્ત વિચાર અને અભિપ્રાયની આપલેને પ્રોત્સાહન આપે છે.
વેબિનારનો સમય આવતીકાલ 10 એપ્રિલ શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યાનો રાખવામાં આવ્યો છે.જેમાં રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક સાથે જોડાવાનું રહેશે.
https://www.facebook.com/ddsclc
વિશેષ માહિતી શ્રી વિજય પુરોહિતના કોન્ટેક નંબર +91 7981778079 દ્વારા મળી શકશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.