મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

ઈરાકમાં યુએસ સેનાના બેઝ પર ડ્રોનથી હુમલો, મામૂલી નુકશાન

અમેરિકન સેનાને એલર્ટ કરવામાં આવી : હુમલામાં બેઝનું હેંગર પ્રભાવિત, કોઈપણ જાન હાની નહીં

નવી દિલ્હી, તા. : ઈરાકમાં તૈનાત અમેરિકન સેનાના બેઝ પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યા બાદ અમેરિકન સેનાને એલર્ટ કરવામાં આવી છે.

જોકે બેઝ પર મામલૂ નુકસાન થયુ છે અને  સૈનિકો પણ સલામત છે.અમેરિકન સેનાના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, શનિવારે સવારે થયેલા હુમલામાં બેઝનુ એક હેન્ગર પ્રભાવિત થયુ છે અને હુમલાની તપાસ ચાલી રહી છે.જોકે સૈનિકોમાંથી કોઈ ઘાયલ થયુ નથી અને કોઈનો જીવ પણ ગયો નથી.

હુમલાની જવાબદારી હજી સુધી કોઈએ લીધી નથી. પહેલા પ્રકારના હુમલા થયા છે અને તેના માટે ઈરાનનુ પીઠબળ ધરાવતા આતંકી સંગઠનોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.અમેરિકન સેનાનુ કહેવુ છે કે, બગદાર અને ઈરાકમાં આવેલા બીજા બેઝ પર રોકેટો થકી ઈરાન સમર્થિત સંગઠનો હુમલો કરતા હોય છે. સૈન્ય બેઝ પર ડ્રોન થકી હુમલા કરવાની ઘટના જોકે અસાધારણ છે . પહેલા ગયા મહિને ઉત્તર ઈરાકમાં પણ એક એરપોર્ટને ડ્રોન વડે ટાર્ગેટ કરાયુ હતુ.જોકે તેમાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. એરપોર્ટ પર પણ અમેરિકન સૈનિકો તૈનાત હોય છે.

ગયા વર્ષે ઈરાનના જનરલ સુલેમાનીની અમેરિકાએ ડ્રોન એટેકમાં કરેલી હત્યા બાદ અમેરિકન મિલિટરી બેઝ પરના હુમલા વધી ગયા છે.

(12:00 am IST)